1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રિયામાં બરફવર્ષાએ વર્તાવ્યો કહેર,અત્યાર સુઘી 8 લોકોના લીધા જીવ
ઓસ્ટ્રિયામાં બરફવર્ષાએ વર્તાવ્યો કહેર,અત્યાર સુઘી 8 લોકોના લીધા જીવ

ઓસ્ટ્રિયામાં બરફવર્ષાએ વર્તાવ્યો કહેર,અત્યાર સુઘી 8 લોકોના લીધા જીવ

0
Social Share
  • ઓસ્ટ્રિલિયામાં હિમવર્ષાનો કહેર
  • હિમવર્ષાના કારણે 8 લોકોના ગયા જીવ

દિલ્હીઃ- ઓસ્ટ્રિયામાં હાલ બરફનું તુફાન ચાલી રહ્યું છે ત્યારે આ બરફવર્ષામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.વિકેન્ડમાં  ઓસ્ટ્રિયામાં હિમપ્રપાતે કહેર વર્ષઆવ્યો છે.આ સાથે જ આ મૃત્યુ અંગે પોલીસે જાણ કરી હતી.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે શાળાની રજાઓ દરમિયાન વિયેનામાં સ્કી રિસોર્ટ લોકોથી ફૂલ થઈ જાય છે , ટાયરોલ અને વોરાર્લબર્ગ ક્ષેત્રના અધિકારીઓએ કહ્યું છે કે, પવન અને હિમવર્ષાના કારણે હિમપ્રપાતનું જોખમ વધારે જોવા ણળી રહ્યું છે જે અત્યત જીવલણ બન્યું છે.

હિમપ્રપાતના એક દિવસ પછી ભારે બરફથી સાત સ્કીઅર્સનો જીવ ગયા છે, જેણે પછી અસામાન્ય રીતે ખતરનાક પરિસ્થિતિઓ બનાવી હતી. લોકોને શોધવા માટે ઓછામાં ઓછા 200 લોકો, સાત હેલિકોપ્ટર અને હિમપ્રપાત કૂતરાઓને સામેલ કરતી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન  બચાવ કામગીરી દરમિયાન ચાર ઘાયલ મળી આવ્યા હતા. અહેવાલ મુજબ, અન્ય 6 લોકો પછીથી મળી આવ્યા હતા, જ્યારે તેઓ પર્વતની નીચેથી ખીણમાં જવામાં સફળ થયા હતા.

જો મૃત્યુ પામનારાઓની વાત કરીએ તો ઑસ્ટ્રિયન બ્રોડકાસ્ટર ઓઆરએફએ આપેલી માહિતી પ્રમાણે  ટાયરોલ રાજ્યમાં શ્મિર્ન નગરપાલિકામાં શનિવારે હિમપ્રપાતમાં માર્યા ગયેલા વ્યક્તિ 58 વર્ષીય સ્થાનિક હતા. તે જ પ્રાંતમાં, 42 વર્ષીય ઑસ્ટ્રિયન ક્લાઇમ્બર અને સ્કી-ગાઇડ અને ચાર સ્વીડિશ સ્કીઅર્સ જ્યારે સ્વિટ્ઝર્લેન્ડની સરહદ પર સ્પાઇસ શહેરની નજીક હિમપ્રપાત ત્રાટકી ત્યારે માર્યા ગયા, આ સહીત સ્વીડનનો એક 43 વર્ષીય માણસ બચી ગયો.ત્યાર બાદ  ત્રીજી ઘટનામાં બે ઓસ્ટ્રિયન સ્કીયર માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કટોકટી સેવાઓને શનિવારે સવારે બે ઑસ્ટ્રિયન સ્કીઅર, એક પુરુષ અને એક મહિલાના વધુ મૃતદેહ મળ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code