
શિયાળામાં તમારા આહારમાં કંઈ-કંઈ રીતે મેથીના દાણાનો કરવો જોઈએ સમાવેશ , જેનાથી તમને થઈ શકે ફાયદો જાણીલો
- મેથીના દાણાનું સેવન ગુણકારી
- શિયાળામાં કડવી મેથી બને છે ઔષધ
શિયાળોની સિઝન આવી ગઈ છે ત્યારે આપણે સૌ કોઈ ડ્રાયફ્રૂટ્સ અને તેજાનાનો ખોરાકમાં ઉપયોગ વધુ કરતા હોઈ છે આવી જ એક વસ્તુ છે મેથીના દાણા આમતો તેની તાસિર ગરમ હોય છે તેથી જો શિયાળામાં ખાવામાં આવે તો તેના ગુણો વધી જોય છે,હા ઉનાળામાં તેનું વધુ સેવન નુકશાનકારક થઈ શકે છે,જો કે હાલની ઠંડીમાં મેથીના દાણાને તમારા ખોરાકમાં જો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તેનાથી ઘણા ફાયદાઓ થાય છે. કારણ કે મેથીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના દ્વારા ઘણી બીમારીઓથી બચી શકાય છે. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે.
તમારા ભોજનમાં મેથી
જો તમે દાળ,શાક કે કઢી કઈ પણ ખોરાક તૈયાર કરી રહ્યા હોવ ત્યારે તેલના વઘારમાં મેથીના 5 થી 6 દાણા નાખી દેવા જેનાથી કોી પમ શાક તમને વાયુ કરશે નહી અને પેટમાં ગેસ થશે નહી સાથે જ પાચનક્રિયા સુધરશે.
મેથીનું પાણી
રાત્રે 8 થી 10 મેથીના દાણા 1 કપ પાણીમાં પલાળી દો અને સવારે જાગીને ભૂખ્યા પેટે આ પાણી પી જાવો અને પલાળેલા દાણાને ચાવીને ગળી જાવો આ કરવાથી પેટની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
મેથીનો પાવડર
જો તમે એક ચમચી મઘમાં 2 ચટી જેટલો મેથઈનો પાવડર એડ કરીને તેને ખાઈ જશો તો તમારા હાથ પગના સાંઘાનો દુખાવો મટે છે.સાથે જ નસમાં થતો ગેસ મટે છે જેથી સાંધાઓ દુખવાનું બંધ થશે.
સુગર નિયંત્રણમાં રહે
ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા મોટી છે. જો ડાયાબિટીસના કોઈ દર્દી રોજ ખાલી પેટે મેથી પલાળીને ખાય તો તેનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
વેઈટલોસમાં
જે લોકોનું વેઈટ વધતું જતું હબો છે તેના માટે મેથી બેસ્ટ ઓપ્શન છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાડીને સવારે જરૂર ખાઓ. ખાલી પેટ આમ કરવાથી તમારૂ વજન ઓછુ થશે.