
દેશમાં ભૂકંપ આવવાનો સીલસિલો યથાવત- હવે મેધાલયમાં અનુભવાયા 3.4ની તીવ્રતના ભૂંકપના આચંકા
- મેધાલયમાં ભૂકંપન ાઆચંકા આવ્યા
- તીવ્ર્તા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સતત ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવી સ્થિતિમાં ફરી એક વાર દેશના રાજ્ય મેધાલયની ઘરા ઘ્રુજી ઉઠી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આજરોજ ગુરુવારે વહેલી સવારે મેઘાલયના તુરા પાસે રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે નોંધવામાં હતી.
ભૂકંપ ત્યારે આવે છે કે જ્યારે પૃથ્વીની પ્લેટો એકબીજા સાથે અથડાતી હોય છે, પૃથ્વીની સપાટી હેઠળ ટેકટોનિક પ્લેટોની હિલચાલ તુરાના 37 કિલોમીટર પૂર્વ ઉત્તરપૂર્વમાં સવારે 3 વાગ્યેને 46 મિનિટે અનુભવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિતેલા દિવસને બુધવારના રોજ મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યુ હતું કે, અરુણાચલના બસરથી 58 કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તરમાં બુધવારે સવારે 7 કલાકને એક મિનિટ પર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાતા.