1. Home
  2. ગુજરાતી
  3. સાઉથની ફિલ્મ કેજીએફ-2ની કમાલઃ બોક્સ ઓફીસ પર કલેક્શન 1 હજાર કરોડને પાર કરી નવો રેકોર્ડ બનાવ્યો
સાઉથની ફિલ્મ કેજીએફ-2ની કમાલઃ બોક્સ ઓફીસ પર કલેક્શન 1 હજાર કરોડને પાર કરી નવો રેકોર્ડ બનાવ્યો

સાઉથની ફિલ્મ કેજીએફ-2ની કમાલઃ બોક્સ ઓફીસ પર કલેક્શન 1 હજાર કરોડને પાર કરી નવો રેકોર્ડ બનાવ્યો

0
Social Share
  • ફિલ્મ કેજીએફ 2 એ નનવો રેકોર્ડ બનાવ્યો
  • કલેક્શન 1 હજાર કરોડને પાર પહોચ્યું

ચેન્નઈઃ- હવે બોલિવૂડ બાદ સાઉથની ફિલ્મનો સિનેમાગરોમાં દબદબો જોવા મળી રહ્યો છે ,સાઉથની ફિલ્મ બાહુબલી, બાહુબલી 2, પુષ્પા, આરઆરઆર ત્યાર બાદ કેજીએફ  અને હવે કેજીએફ 2 દર્શકોના દિલ જીતવામાં સફળ સાબિત થી રહી છે,જેમાં કેજીએફ 2 એ હવે નવો રેક્રોડ બાન્યો છે,આ ફિલ્મે બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર એક હજાર કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ ફિલ્મની આ સફળતા બાબતે ટ્વિટ પણ કર્યું છે. રમેશ બાલાના ટ્વિટ અનુસાર, KGF ચેપ્ટર ટુએ ભારતીય બોક્સ ઓફિસ પર જ એક હજાર કરોડની કમાણી કરી છે. બાહુબલી પછી આવું કરનારી આ બીજી ફિલ્મ છે. જેની સામે રણવીર સિંહ જેવા સ્ટારની ફિલ્મ જયેશ ભાઈ જોરદાર પણ ફકી પડી છે.

‘KGF ચેપ્ટર 2’ એ પણ હિન્દી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે રવિવારે 2.30 કરોડની કમાણી કરી હતી. આ સાથે KGF ચેપ્ટર 2નું હિન્દી કલેક્શન 425 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ફિલ્મે પહેલા ચાર અઠવાડિયામાં જ 421 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

જો આ ફઇલ્મની હિન્દી વર્ઝન સલાથે ટોટલ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે પાંચમા અઠવાડિયામાં લગભગ 1200 કરોડની કમાણી કરી લીધી છે,આ સાથે જ ફિલ્મ બાહુબલી બાદ બીજા નંબરની સૌથી વધુ કમાણી ફિલ્મ બની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code