1. Home
  2. ગુજરાતી
  3. સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં 12 શહેરોમાં આજથી સ્વયંભૂ લોકડાઉનઃ કડક નિયંત્રણો લદાયા

સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં 12 શહેરોમાં આજથી સ્વયંભૂ લોકડાઉનઃ કડક નિયંત્રણો લદાયા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને ખાળવા માટે આજથી રાજ્યના 29 શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે. સૌરાષ્ટ્ર્રના 12 શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જોવા મળી છે. જે શહેરોમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, મોરબી, ભુજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ અને વેરાવળ–સોમનાથનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 8મહાનગરો તેમજ ૨૦ શહેરોમાં સાંજે આઠથી સવારે ૬ વાગ્યા સુધી કરયૂ અમલમાં છે. જોકે, હવે તેનો વ્યાપ વધારાયો છે. હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ–સોમનાથમાં પણ આ કરફ્યૂ લાગુ રહેશે. આ ઉપરાંત સરકારે કેટલાક અન્ય નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ ૦૫ મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આવશ્યક સેવાઓને મુકિત આપવામાં આવી છે. તમામ 29 શહેરોમાં 5 મે સુધી અનાજ–કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ–ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાધપદાર્થેાની દુકાનો ચાલુ રહેશે તેવું સરકારે સ્પષ્ટ્ર કયુ છે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બધં રહેશે માત્ર ટેક–અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજયમાં તમામ  એપીએમસી પણ બધં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શાકભાજી અને ફળ–ફળાદીનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ પણ બધં કરી દેવાના આદેશ અપાયા છે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બધં છે. જોકે, રાજ્યમાં એસટીની બસો 50 ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખવાનું સરકારે જાહેર કયુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code