1. Home
  2. ગુજરાતી
  3. ચોથી ટી-20 મેચ: ભારતનો ઇંગ્લેન્ડ સામે 8 રને રોમાંચક વિજય, સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ
ચોથી ટી-20 મેચ: ભારતનો ઇંગ્લેન્ડ સામે 8 રને રોમાંચક વિજય, સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ

ચોથી ટી-20 મેચ: ભારતનો ઇંગ્લેન્ડ સામે 8 રને રોમાંચક વિજય, સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ

0
Social Share
  • ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રહી રોમાંચક
  • ભારતનો ઇંગ્લેન્ડ સામે 8 રને રોમાંચક વિજય થયો
  • સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી

અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચનો મુકાબલો રોમાંચક જોવા મળ્યો હતો. દર્શકો માટે ખૂબ જ રોચક બનેલા આ મુકાબલામાં ભારતીય ટીમનો 8 રને રોમાંચક વિજય થયો હતો. આ સાથે જ પાંચ ટી20 મેચની સીરિઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને 2-2ની બરોબરી પર આવી ગઇ હોવાથી છેલ્લી મેચ પણ હવે રસપ્રદ બની રહેશે. ભારત તરફથી શાનદાર બેટિંગનું ફોર્મ દર્શાવતા સૂર્યકુમારે અડધી સદી ફટકારી હતી જ્યારે બોલિંગમાં શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. સૂર્યકુમાર યાદવને પ્રથમ ટી20 અર્ધસદી ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

મેચની વાત કરીએ તે ઇંગ્લેન્ડે ટોસ જીતીની પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સાધારણ રહી હતી અને 21 રને રોહિત શર્મા જોફ્રા આર્ચરની ઓવરમાં કોટ એન્ડ બોલ્ડ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ બીજી વખત ટી20માં રમી રહેલા સૂર્યકુમારને ત્રીજા ક્રમે બેટિંગની તક આપવામાં આવી હતી. સૂર્યકુમારે 31 બોલમાં 6 ચોગ્ગા તેમજ ત્રણ છગ્ગાં સાથે 57 રનની વિસ્ફોટક બેટિંગ કરી હતી. આઠમી ઓવરમાં કે એલ રાહુલ 14 રન કરીને બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીનું પણ નબળુ પ્રદર્શન રહ્યું હતું અને માત્ર 1 રને ખાતુ ખોલાવીને રાશિદની ગૂગલી બોલમાં સ્ટમ્પ આઉટ થઇ ગયો હતો.

નવોદીત ખેલાડી રિષભ પંતના 23 બોલમાં 30 રન તેમજ શ્રેયસ ઐય્યરના 18 બોલમાં 37 રનની મદદથી ભારતનો સ્કોર 20 ઓવરમાં 8 વિકેટે 185 રહ્યો હતો.

186 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં ઇંગ્લેન્ડની ટીમે પણ આશા નહોતી ગુમાવી. ઓપનર જેસન રોયે 40 રન ફટકાર્યા હતા. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તોફાની બેટિંગ કરતા 23 બોલમાં 46 રન ફટકાર્યા હતા. એક તબક્કે ઇંગ્લેન્ડે હારની બાજી જીતમાં લગભગ પલટી નાખી હતી, જો કે શાર્દુલ ઠાકુરે તરખાટ મચાવતા એક જ ઓવરમાં બેન સ્ટોક્સ અને ઇયાન મોર્ગનને આઉટ કરીને ભારતને જીત અપાવી હતી.

શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રાહુલ ચહર અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ જ્યારે ભુવનેશ્નવર કારે એક વિકેટ લીધી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code