1. Home
  2. ગુજરાતી
  3. ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે મેળવ્યો વિજય, વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ
ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે મેળવ્યો વિજય, વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ

ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે મેળવ્યો વિજય, વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ

0
Social Share
  • ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો
  • સૂકાની વિરાટ કોહલીએ 49 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમીને ટી20માં રેકોર્ડ સ્થાપિત કર્યો
  • વિરાટ કોહલીએ ટી 20માં 3,000 રન કરનાર સૌપ્રથમ બેટ્સમેન બન્યો

અમદાવાદ: ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝમાં ભારતે જબરદસ્ત કમબેક કર્યું છે. નવોદિત ખેલાડી ઇશાન કિશન તેમજ કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર બેટિંગની મદદથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે બીજી ટી20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલીએ 49 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમીને ટી20માં રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વિરાટ કોહલીએ ટી 20માં 3,000 રન કરનાર સૌપ્રથમ બેટ્સમેન બન્યો છે. આ રેકોર્ડ માટે વિરાટ કોહલીને 72 રનની જરૂર હતી. ભારતે બીજી ટી20માં જીત હાંસલ કરતા પાંચ ટી20 મેચની સિરીઝમાં 1-1ની બરોબરી કરી હતી.

વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયામાં બે બદલાવ કરાયા હતા. આ વખતે શિખર ધવનના સ્થાને નવોદિત ખેલાડી ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે અક્ષર પટેલની જગ્યાએ સૂર્યાકુમાર યાદવને ટીમમાં લીધો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ઓપનર જેસન રોયના 46 રનની મદદથી 20 ઓવરના અંતે 6 વિકેટે 164 રન કર્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ જ્યારે ભુવનેશ્વર કુમાર તેમજ યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.

ઈશાન કિસન અને કે એલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા હતા. લોકેશ રાહુલ આ વખતે પણ મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ ગયો હતો અને છ બોલ રમીને શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. ઈશાન કિશને પ્રથમ ટી20 મેચમાં જ અડધી સદી ફટકારી હતી અને કેપ્ટન વિરાટ કોહલી સાથે 94 રનની ભાગીદારી કરી હતી. ઈશાનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ઈશાને 32 બોલમાં 56 રન કર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. રાશિદની ઓવરમાં ઇશાન એલબીડબલ્યુ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રિષભ પંત ચોથા ક્રમે બેટિંગમાં આવ્યો હતો અને તેણે 13 બોલમાં 26 રનની ઝડપી ઈનિંગ રમી ભારતને જીતી નજીક લાવી દીધું હતું.

વિરાટ કોહલી સાથે તેણે 36 રનની પાર્ટનરશિપ કરી હતી. પંત જોર્ડનની ઓવરમાં ઓફ સાઈડ પર બેયરસ્ટોના હાથે કેચઆઉટ થઈ ગયો હતો. ત્યરાબાદ શ્રેયસ ઐયર (8*) અને કેપ્ટન કોહલી ભારતને જીત તરફ દોરી ગયા હતા. કોહલીએ છગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી. ભારતનો સ્કોર 17.5 ઓવરમાં ત્રણ વિકેટે 166 થયો હતો. ઈંગ્લેન્ડ વતી સેમ કુરેન, ક્રિસ જોર્ડન અને આદિલ રશિદે એક-એક વિકેટ લીધી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code