1. Home
  2. ગુજરાતી
  3. ટી-20 ફોર્મેટના કેપ્ટન બનતા જ રોહિત શર્માએ વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડ્યો
ટી-20 ફોર્મેટના કેપ્ટન બનતા જ રોહિત શર્માએ વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડ્યો

ટી-20 ફોર્મેટના કેપ્ટન બનતા જ રોહિત શર્માએ વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડ્યો

0
Social Share
  • રોહિત શર્માએ ટી-20 કેપ્ટન બનતા જ બનાવ્યો રેકોર્ડ
  • રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
  • આ રીતે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ટી-20 ફોર્મેટના નવા સૂકાની બનતા જ રોહિત શર્માએ વિરાટ કોહલીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.

રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી 20 મેચમાં, રોહિત શર્માએ દમદાર બેટિંગનું પ્રદર્શન કરતા ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ માત્ર 31 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 56 રન ફટકાર્યા હતા.

આ દમદાર ઇનિંગ સાથે રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીનો રેકોર્ડ બ્રેક કર્યો છે. રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માની આ 26મી ટી-20 ઇન્ટરનેશનલ ફિફ્ટી હતી અને આ ઉપરાંત તેણે ચાર સદી પણ ફટકારી છે. આ રીતે, ફિફ્ટી પ્લસ સ્કોરના મામલામાં રોહિત શર્માની કુલ સંખ્યા 30 થઇ ગઇ છે. રોહિત શર્માએ 29 અર્ધસદી પ્લ સ્કોર બનાવનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે.

ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર રોહિત શર્મા પહેલો બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી બીજા ક્રમાંકે છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ યાદીમાં ત્રીજા સ્થાને છે. બાબર આઝમે 25 વખત ફિફ્ટી પ્લસ સ્કોર કર્યો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોનર ચોથા ક્રમાંકે છે. ન્યૂઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગુપ્ટિલ પાંચમાં સ્થાને છે જેણે 21 વખત અર્ધસદી પ્લસ રન કર્યા છે.

રોહિત શર્માએ અન્ય એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ મેચમાં રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 150મી સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર છે. ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ (161) ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code