1. Home
  2. ગુજરાતી
  3. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: ભારતના સુમિત આંતિલે ભાલાફેંકમાં જીત્યો ગોલ્ડ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: ભારતના સુમિત આંતિલે ભાલાફેંકમાં જીત્યો ગોલ્ડ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

ટોક્યો પેરાલિમ્પિક્સ 2020: ભારતના સુમિત આંતિલે ભાલાફેંકમાં જીત્યો ગોલ્ડ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

0
Social Share
  • ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું દમદાર પ્રદર્શન
  • હવે સુમિત આંતિલે ભાલાફેંકમાં જીત્યો ગોલ્ડ
  • સુમિત આંતિલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના એથ્લેટ્સ દમદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના જ્વેલિન થ્રોઅર્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સુમિત આંતિલે ભારતને આ સ્પર્ધામાં ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે સોમવારના પુરુષની ફાઇનલ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સુમિતની આ જીત સાથે ભારતનું મેડલ ટેલી 7 પર પહોંચ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુમિતે ગેમ દરમિયાન 68.55 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સુમિત આંતિલનો આ થ્રો વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે.

સુમિતે આ ગેમમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. તેમણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટરનો થ્રો કર્યો જે વર્લ્ડ રેકોર્ડ બન્યો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેમણે 68.08 મીટર ભાલો ફેંકી પોતાનો જ રેકોર્ડ તોડ્યો.

અગાઉ આ પહેલા સોમવારના જ દેવેન્દ્ર ઝાઝરિયા અને સુંદર સિંહ ગુર્જરે પણ જેવલિન થ્રોમાં મેડલ જીત્યો. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદર સિંહએ બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code