Homeગુજરાતીગુજરાતપ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે, CM ભૂપેન્દ્ર પટેલ...

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે, CM ભૂપેન્દ્ર પટેલ ધ્વજ વંદન કરાવશે

ગાંધીનગરઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી-2023ની રાજ્યકક્ષાની ઊજવણી બોટાદ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય સરકારના મંત્રી તેમજ કલેકટરો  વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત

ક્રમમંત્રીશ્રીઓના નામજિલ્લો
કેબિનેટ મંત્રીશ્રીઓ
1.શ્રી કનુભાઈ દેસાઈસુરત
2.શ્રી ઋષિકેશ પટેલઅમદાવાદ
3.શ્રી રાઘવજીભાઈ પટેલજૂનાગઢ
4.શ્રી બળવંતસિંહ રાજપૂતબનાસકાંઠા
5.શ્રી કુંવરજીભાઈ બાવળિયાગાંધીનગર
6.શ્રી મુળુભાઈ બેરાજામનગર
7.ડૉ. કુબેરભાઈ ડીંડોરદાહોદ
8.શ્રીમતી ભાનુબેન બાબરિયાભાવનગર
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ
9.શ્રી હર્ષ સંઘવીવડોદરા
10.શ્રી જગદીશ વિશ્વકર્મામહેસાણા
11.શ્રી પરશોત્તમભાઈ સોલંકીઅમરેલી
12.શ્રી બચુભાઈ ખાબડખેડા
13.શ્રી મુકેશભાઈ પટેલવલસાડ
14.શ્રી પ્રફુલ પાનશેરીયાકચ્છ
15.શ્રી ભીખુસિંહજી પરમારસાબરકાંઠા
16.શ્રી કુંવરજીભાઈ હળપતિભરૂચ

 

આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે

સંબંધિત લેખો

Most Popular