1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત મ્યુનિ. કોર્પોરેશનનો સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ નિષ્ફળ, લોકોના ટેક્સના નાણાનો કરાયો વેડફાટ
સુરત મ્યુનિ. કોર્પોરેશનનો સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ નિષ્ફળ, લોકોના ટેક્સના નાણાનો કરાયો વેડફાટ

સુરત મ્યુનિ. કોર્પોરેશનનો સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ નિષ્ફળ, લોકોના ટેક્સના નાણાનો કરાયો વેડફાટ

0
Social Share

સુરતઃ શહેરના નાગરિકો માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ટ બાદ આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. મ્યુનિ. દ્વારા ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. તેમજ સાયક સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. અનેં સાયકલો પણ ઝોન પ્રમાણે મુકવામાં આવી હતી. નાગરિકો સાકલનો વધુને વધુ ઉપયોગ કરે એવો આ યોજના પાછળ શુભ આશય હતો. પરંતુ આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે.  મ્યુનિ.ના સાયકલ સ્ટેન્ડ પર ભીખારીઓનો કબજો થઈ ગયો છે. શહેરમાં કેટલીક જગ્યાએ સાયકલ સ્ટેન્ડને ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ પણ મુકી શકતા નથી. આ ઉપરાંત સાયકલ સ્ટેન્ડ પર  સાયકલ સ્ટેન્ડ સાયકલો ભંગાર બની જતાં લોકો સાયકલનો ઉપયોગ કરતા અચકાઈ રહ્યા છે.

સુરત મ્યુનિ,કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે સાયકલ શેરીંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા 75 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવ્યો છે. આ ઉપરાંત સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પણ અમલમાં મુક્યો છે પરંતુ  સુરત મ્યુનિ.ની બેદરકારીના કારણે મોટા ઉપાડે શરુ કરવામાં આવેલો સાયકલ શેરીંગ પ્રોજેક્ટથી લોકો દુર ભાગી રહ્યા છે. રાતના સમયે સાયકલ શેરીંગ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમવીજીઓ કબજો જમાવી દેતા હોય છે.  સાયકલ સ્ટેન્ડ ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલનો ઉપયોગ કરી શકતા નથી.

મ્યિનિ.ના સત્તાધિશોનું ધ્યાન શેરીંગ સાયકલ પ્રોજેક્ટ પરથી હટી જતાં જ સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમજીવીઓએ કબ્જો જમાવી દેવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મજુરાગેટ- કડીવાલા ચાર રસ્તા, અઠવા પોલીસ ચોકી સહિત અનેક સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓએ કબજો જમાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ આ સાયકલ સ્ટેન્ડ પરથી સાયકલ પણ ગાયબ થઈ રહી છે. અનેક સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓએ અડ્ડો બનાવી દીધો છે તેના કારણે લોકો સાયકલ મુકવા પણ આવતા ડરી રહ્યાં છે. મ્યુનિ,એ સાયકલ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. શહેરમાં ઘરે ઘરે ટુ વ્હીલર અને ફોર વ્હીલર છે. એટલે સાયકલ શેરીગ પ્રોજેકટમાં શહેરીજનોને કોઈ રસ નથી. માત્ર સુરત જ નહી ગુજરાત એકપણ શહેરમાં સાયકલ પ્રોજેકટ સફળ થયો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code