1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના સુવાલી બીચને પર્યટક સ્થળ તરીકે વિક્સાવાશે, 24મી-25મીએ બીચ ફેસ્ટીવલ યોજાશે
સુરતના સુવાલી બીચને પર્યટક સ્થળ તરીકે વિક્સાવાશે,  24મી-25મીએ બીચ ફેસ્ટીવલ યોજાશે

સુરતના સુવાલી બીચને પર્યટક સ્થળ તરીકે વિક્સાવાશે, 24મી-25મીએ બીચ ફેસ્ટીવલ યોજાશે

0
Social Share

સુરતઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં ઘણા બીચ રમણીય હોવા છતાંયે એનો પર્યટન તરીકે વિકાસ થયો નથી. આથી આવા બીચ શોધીને તેના વિકાસ માટે સરકારે આયોજન કર્યું છે. જેમાં સુરત નજીકના સુવાલી બીચના વિકાસ માટે અંદાજીત 48 કરોડની રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (સુડા) દ્વારા ગત બજેટમાં 10 કરોડ રૂપિયા સુંવાલી બીચના વિકાસ માટે મંજૂર કરાયા હતા. સુવાલી બીચનો વિકાસ થતા જ માત્ર સુરત શહેર જ નહીં પણ દક્ષિણ ગુજરાતના લોકો માટે ફરવા માટેની રમણિય સ્થળ બની રહેશે.

સુરત નજીકના સુવાલી બીચ પર આગામી તા.  24 અને 25મી એમ બે દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. સાત કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવાયો છે. 2.20 કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 25 લાખના ખર્ચે સહેલાણીઓ માટે શૌચાલયો બનાવવામાં આવશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા સુરત શહેર નજીક ફરવા લાયક સ્થળ વિકસાવવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે. બીચ ફેસ્ટિવલમાં લોકો સરળતાથી હાજર રહી શકે તેના માટે અલગ અલગ પોઇન્ટ ઉપરથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતના સુવાલી બીચ પર સહેલાણીઓ માટે ઊંટ સવારી અને ઘોડે સવારી, બાઈક રાઈડ જેવી વિવિધ રાઈડ્સની મોજ તથા રમતગમતના શોખીનો માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓફ વોર, લગોરી જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટીવીટીનું આયોજન કરાશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોનનું આયોજન કરવામાં આવ્યુ છે. ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર અને ડિઝાઈનર સંસ્થા Fly 365 દ્વારા માસ અવેરનેસની થીમ સાથે કાઈટ ફ્લાઈંગ એક્ટીવીટીનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યુ છે. હાસ્ય કલાકારો દ્વારા મનોરંજનનો કાર્યક્રમ પણ યોજાશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code