Site icon Revoi.in

બનાસકાંઠાના ગઢ વિસ્તારમાં 17 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી પકડાયું

Social Share

પાલનપુર, 28 મે, 2026 :સSuspicious amount of ghee worth Rs 17 lakhs seized બનાસકાંઠામાં નકલી ઘી બનાવવાનો કારોબાર વધતો જાય છે. અગાઉ પણ સમયાંતરે નકલી ઘીનો મોટો જથ્થો પકડાયો હતો. ત્યારે જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), પાલનપુર દ્વારા શંકાસ્પદ ઘી ભરેલું એક પીકઅપ ડાલું ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં કુલ ₹19,72,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસની SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, GJ 36 T 2274 નંબરનું એક પીકઅપ ડાલું શંકાસ્પદ ઘીના ડબ્બા લઈને પસાર થવાનું છે. આ માહિતીના આધારે, સામઢી મોટાવાસથી આસેડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળું ડાલું (પીકઅપવાન) આવતા તેને રોકવામાં આવ્યું હતું. ડ્રાઈવરની ઓળખ જાલમસિંગ જામસિંગ સોલંકી (રહે. સામઢી મોટાવાસ, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા) તરીકે થઈ હતી. વાહનની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના 15-15 કિલોગ્રામના કુલ 176 ડબ્બા મળી આવ્યા હતા, જે શંકાસ્પદ ઘીના હતા. આ ઘીની કિંમત ₹16,72,000/- આંકવામાં આવી છે.  શંકાસ્પદ ઘી ઉપરાંત, ઘીની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા પીકઅપ ડાલા સહિત કુલ ₹19,72,000/- નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 106(1) મુજબ કબજે લેવામાં આવ્યો છે. આ અંગે ગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version