T20 વિશ્વકપઃ પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા મુકી આટલી શરતો
નવી દિલ્હ, 9 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે દરમિયાન પાકિસ્તાને રાજકીય કારણોસર તા. 15મી ફેબ્રુઆરીના રોજ ભારત સામે ક્રિકેટ મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આઈસીસી દ્વારા પાકિસ્તાનને આ નિર્ણય ઉપર ફરીથી વિચારવા માટે કહી ચુક્યું છે. તેમજ પાકિસ્તાનમાં આઈસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. ત્યારે ભારત-પાકિસ્તાનની મેચને લઈને આગામી દિવસોમાં શું નિર્ણય આવે છે તેની ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે. દરમિયાન આઈસીસીના અધિકારીઓ સાથેની બેઠકમાં પાકિસ્તાનના અધિકારીઓએ ભારત સામે રમવા મુદ્દે કેટલી શરતો મુકીને પોતાની ઓકાત બતાવી હોવાનું ક્રિકેટ જગતમાં ચર્ચા ચાલી રહી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પહેલા સરકારનો હવાલો આપીને ભારત સામે રમવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આઈસીસીના અધિકારીઓ સાથેની બેઠકમાં ભારત સામે રમવા માટે પીસીબીએ ત્રણ શરતો મુકી છે. મીડિયા અનુસાર પીસીબીના ચીફ મોહસિન નકવીએ બોયકોટ કોલને ખતમ કરવા માટે પહેલા આઈસીસી પાસે વધારે રેવન્યુની માંગણી કરી છે. આ ઉપરાંત ભારત સાથે બાયલેટ્રલ સંબંધ ફરીથી શરૂ કરવા માટે પણ માંગણી કરી છે. એટલું જ નહીં મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવે તેવી પણ માંગણી કરી છે. નકવીએ કરેલી 3 માંગણીને લઈને ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
જાણકારોના મતે આઈસીસી પાકિસ્તાનની પ્રથમ ડિમાન્ડ માની શકે છે પરંતુ બીજી અને ત્રીજી ડિમાન્ડ મંજુર રાખવી આઈસીસી પાસે મુશ્કેલ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ ચાલી રહ્યાં છે એટલું જ નહીં આઈસીસી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને વિનંતી કરી શકે છે, પરંતુ આ મામલે કોઈ નિર્દેશ આપી ના શકે. ભારતીય ક્રિકેટ ટીમને આઈસીસી સિવાયની ટુનામેન્ટ સિવાયની બાયલેટ્રલ સિરીઝ કોની સાથે રમવા તે ના કહી શકે. જેથી હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવુ રહ્યું.


