1. Home
  2. Tag "Assam"

આસામઃ પ્રતિબંધિત ULFA વિરુદ્ધ NIAની કાર્યવાહી, 16 સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આસામમાં આતંકવાદી સંગઠન ULFA વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)ની ગતિવિધિઓ અને યુવાનોની ભરતીના સંદર્ભમાં NIAએ આસામના 7 જિલ્લાઓમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ ઉલ્ફાના 16 સ્થળો પર સર્ચ કર્યું. દરોડા દરમિયાન ડિજિટલ સાધનો અને દારૂગોળો તથા વાંધાજનક  દસ્તાવેજો મળી આવ્યા […]

આસામમાં જેહાદી પ્રવૃત્તિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આસામ હવે જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે અને છેલ્લા કેટલાક મહિનામાં અહીં બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામના પાંચ ‘મોડ્યૂલ’નો પર્દાફાશ થયો હોવાનો રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંસારુલ ઇસ્લામના છ બાંગ્લાદેશી નાગરિકો યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આસામ આવ્યા હતા અને તેમાંથી એકની આ વર્ષે […]

અસમમાં અલકાયદા ટેરર મોડ્યુલનો પર્દાફાશ, 12 જિહાદીઓ ઝબ્બે

નવી દિલ્હીઃ અસમમાં અલ કાયદાના ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. પોલીસે બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસરુલ ઈસ્લામ સાથે જોડાયેલા 12 જિહાદીઓની 2 જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ બે મદરેસાઓને સીલ કરવામાં આવ્યાં હતા. મોરીગાંવના મોઈરાબારી સ્થિત મદરેસાના મુફ્તીની પણ જિહાદી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મદરેસાના હેડમાસ્ટર સહિત 8 શિક્ષકોની ધરપકડ કરીને તપાસ […]

અસામમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 દિવસમાં 135 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ અસમ અને મણિપુર સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. અસમમાં 10 દિવસના સમયગાળામાં લગભગ 135 લોકોના મોત થયાં છે, જ્યારે લાખો લોકો પ્રભાવિત થયાં છે. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણિપુર અને સિક્કિમમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મણિપુરમાં કેટલાક […]

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર,અત્યાર સુધીમાં 82 લોકોના મોત

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર અત્યાર સુધીમાં 82 લોકોના મોત NDRFની ટીમને બરાક ઘાટીમાં મોકલાઈ દિસપુર:આસામમાં બ્રહ્મપુત્રા, બરાક અને તેમની ઉપનદીઓમાં પૂરની સ્થિતિ મંગળવારે પણ ગંભીર રહી હતી.રાજ્યમાં આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 82 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 45 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન, તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આસામના લોકો […]

આસામમાં પૂરનો કહેર: 42 લાખથી વધુ લોકો પ્રભાવિત,24 કલાકમાં 9ના મોત,8 ગુમ

આસામમાં પૂરનો કહેર 42 લાખથી વધુ લોકો પ્રભાવિત 24 કલાકમાં 9 લોકોના મોત દિસપુર:આસામમાં શનિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી, જેના કારણે 33 જિલ્લામાં અસરગ્રસ્તોની સંખ્યા 42.28 લાખ થઈ ગઈ હતી.આ વર્ષના વર્તમાન પૂરમાં મૃત્યુઆંક પાંચ દિવસમાં વધીને 34 થયો છે.આ સાથે આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 71 થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં […]

આસામમાં પૂરથી મૃત્યુઆંક 25 પર પહોંચ્યો, સાડા છ લાખ લોકો અસરગ્રસ્ત

આસામમાં પૂરથી મૃત્યુઆંક 25 પર પહોંચ્યો સાડા છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત 1,709 ગામો થયા જળમગ્ન  દિસપુર:સોમવારે આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો હતો, જો કે, વધુ એક વ્યક્તિના મોત બાદ મૃત્યુઆંક વધીને 25 થયો હતો.એક સત્તાવાર બુલેટિનમાં જણાવાયું છે કે,રાજ્યના 22 જિલ્લાઓ અને સાડા છ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અહેવાલ […]

આસામમાં પૂરની તબાહી,ચાર લાખ લોકો પ્રભાવિત,અત્યાર સુધીમાં 8 લોકોના મોત

આસામમાં પૂરની તબાહી ચાર લાખ લોકો પ્રભાવિત અત્યાર સુધીમાં 8 લોકોના મોત  દિસપુર :આસામના વિસ્તારોમાં પૂરના પાણીને કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે.ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામની બરાક વેલી અને દિમા […]

પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે– શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે  દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે અનેક યોજનાના શિલાન્યાસ પણ કરશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી એપ્રિલ એટલે કે આવતીકાલના રોજ આસામની મુલાકાત લેશે.સવારે લગભગ 11:00 વાગ્યે તેઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે.કાર્યક્રમ દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 01:45 વાગ્યે પીએમ મોદી આસામ મેડિકલ કોલેજ, દિબ્રુગઢ […]

વર્ષ 2014ની સરખામણીમાં ઉગ્રવાદી ઘટનામાં 74 ટકાનો ઘટાડો, 7000 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014ની સરખામણીએ 2021માં ઉગ્રવાદી ઘટનાઓમાં 74 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુના પ્રમાણમાં પણ 60 અને 84 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સાત હજાર જેટલા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ સુરક્ષા સ્થિતિમાં સુધારો થતા અસમના 23 જિલ્લામાંથી પૂર્ણરૂપથી અને 1 જિલ્લામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code