1. Home
  2. Tag "Bhavnagar market yard"

ભાવનગર માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક, એક જ દિવસમાં ડુંગળીની 2 લાખ બોરીની આવક

ભાવનગરઃ જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ભાવનગરના યાર્ડમાં માત્ર એકજ દિવસમાં ડુંગળીની 2 લાખ બોરીથી રેકર્ડબ્રેક આવક થઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર વગેરે પાકની આવક થઈ રહી છે. જ્યારે જિલ્લાના મહુવા માર્કેટ […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડુતોએ વિરોધ કરી હરાજી બંધ કરાવી

ભાવનગરઃ ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં ગોહિલવાડ પંથક અગ્રેસર ગણાય છે. આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ખેડુતોને ડુંગળીને માર્કેટયાર્ડ લાવવા સુધીનું ભાડું પણ નીકળતું નથી. દરમિયાન ગુરૂવારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટ યાર્ડમાં પાણીના ભાવે ડુંગળીની હરાજી થતાં […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં વજન કપાતના મુદ્દે ખેડુતોએ વિરોધ કરતા હરાજી બંધ કરવી પડી

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર સમિતિ યાને માર્કેટિંગયાર્ડમાં ખરીફ પાકની સારીએવી આવક થઈ રહી છે. બુધવારે મોટી સંખ્યામાં ખેડુતો કૃષિ પેદાશ વેચવા માટે આવ્યા હતા. દરમિયાન વેપારીઓ ખરીદીમાં વજન કપાત કરી રહ્યા હતા. તેથી ખેડુતોને નુકશાન થતું હતું. એટલે વજન કપાતના મુદ્દે ખેડૂતોએ વિરોધ કરતા કપાસ, ડુંગળી સહિતની જણસોની હરરાજી અઢી-ત્રણ કલાક બંધ થઈ […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં માવઠાને કારણે 90 હજાર ગુણ ડુંગળી પલળી ગઈ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં માવઠાને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું હતું. જેમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુગળી ભરેલી 90 હજાર ગુંણ પલળી ગઈ હતી. કમોસમી વરસાદની આગાહી હોવા છતાં કહેવાય છે. કે. યાર્ડના સત્તાધિશોએ કોઈ આગોતરૂ આયોજન કર્યું નહતું. સોમવારે સાંજે માવઠું પડતા માર્કેટ યાર્ડમાં વેચાણ થયેલી અને બેલેન્સ પડેલી અંદાજે 90,000 ગુણી જેટલી ડુંગળી પલળી ગઈ […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં અસંતોષ

ભાવનગરઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. ગત ચોમાસા દરમિયાન સારા વરસાદ અને રવિ સીઝનમાં સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. પરંતુ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી વેચવા માર્કટિંગ યાર્ડની બહાર પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.  ભાવનગર […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને લીધે મગફળી અને ડુંગળીનો જથ્થો પળલી ગયો

ભાવનગરઃ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગોતરી આગાહી કરી હતી, તદઉપરાંત સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ્સના સત્તાધિશોને કમોસમી વરસાદથી માલ પળલે નહીં તે માટે સાવચેત રહેવાની સુચના આપી હતી. છતાં ભાવનગરના માર્કેટ યાર્ડમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહતી. આથી  માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં રાખેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો. અગાઉથી ન રખાયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code