1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને લીધે મગફળી અને ડુંગળીનો જથ્થો પળલી ગયો
ભાવનગર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને લીધે મગફળી અને ડુંગળીનો જથ્થો પળલી ગયો

ભાવનગર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને લીધે મગફળી અને ડુંગળીનો જથ્થો પળલી ગયો

0
Social Share

ભાવનગરઃ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગોતરી આગાહી કરી હતી, તદઉપરાંત સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ્સના સત્તાધિશોને કમોસમી વરસાદથી માલ પળલે નહીં તે માટે સાવચેત રહેવાની સુચના આપી હતી. છતાં ભાવનગરના માર્કેટ યાર્ડમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહતી. આથી  માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં રાખેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો. અગાઉથી ન રખાયેલી સાવચેતી અને વ્યવસ્થાના અભાવે વેપારીઓ અને ખેડૂતોને નુક્સાન ગયું છે. આખી રાત ઝરમર વરસાદ વરસતાં માર્કેટ યાર્ડમાં રહેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. યાર્ડમાં મગફળી અંદાજે 25 હજાર ગૂણી ખુલ્લામાં રાખેલી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અગાઉ તાઉતે વાવાઝોડું, બાદમાં માવઠું અને હવે ફરી થયેલા માવઠાના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું માર્યાનો ઘાટ ઘડાયો છે. એકતરફ માર્કેટ યાર્ડમાં મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. તો બીજીતરફ શિહોરના વરલ તથા આજુબાજુના ગામોમાં માવઠાના કારણે શિયાળુ પાકને નુક્સાન પહોંચ્યું છે. ડુંગળી, ઘઉં, જુવાર, ચણા અને કપાસને નુક્સાન થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગરમા ગત રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. સવાર સુધી સતત ધીમી ધારે ઝરમર વરસાદ વરસતાં ખેડૂતોના માલને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ માર્કેટ યાર્ડમાં મગફળીના મોટા પ્રમાણમાં બહાર પડી હોય જે પલળી જતાં નુકસાન થવાની પણ ભીતિ છે. ગત મોડી રાતથી ઝરમર વરસાદના કારણે માર્કેટ યાર્ડમા રહેલી મગફળીનો જથ્થો પલળી ગયો હતો. ભાવનગર માર્કેટ યાર્ડમાં 25 હજારથી વધુ ગુણ મગફળી ખુલ્લામાં પડી હતી. યાર્ડમા મગફળી ઉપરાંત ડુંગળીનો જથ્થો પણ પલળી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાવનગર શહેર અને જિલ્લાનાં પંથકમાં ઝરમર વરસાદ, પંથકમાં શિહોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ભાવનગર સહિત અનેક જગ્યાએ મોડી રાતથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, સાથે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code