પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો, કોંગ્રેસ ઉપર કર્યા આક્ષેપ
અમદાવાદઃ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદાર સમાજનો ચહેરો બનેલા હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ ઘણા દિવસોથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન આજે બપોરના 12.39 કલાકના વિજય મુહૂર્તમાં હાર્દિકે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ પ્રસંગ્રે હાર્દિકે જણાવ્યું હતું કે, આનંદીબેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા […]


