1. Home
  2. Tag "governor"

પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉપર યોજાયેલાં નોલેજ શેરીગ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશે. રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. રાસાયણિક ખાતરો કે જંતુનાશકોના […]

15 ઓગસ્ટ 2021: સીએમ રૂપાણી અને રાજ્યપાલ જુનાગઢમાં રહેશે ઉપસ્થિત

ધ્વજ વંદન કાર્યક્રમનું કરાયું આયોજન શહેરને રંગબેરંગી રોશનીથી શણગારાયું ઉજવણીમાં સીએમ-રાજ્યપાલ રહેશે હાજર રાજકોટ : ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ થતા રાજ્યકક્ષાની 15 મી ઓગસ્ટની ઉજવણી જૂનાગઢ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે.15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે સાંજે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ […]

ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

કર્ણાટકમાં વજુભાઈને બદલે થાવરચંદને બનાવાયા રાજ્યપાલ અન્ય રાજ્યોમાં પણ રાજ્યપાલની કરાઈ નિમણુંક અમદાવાદઃ દેશના ઘણા રાજ્યોમાં રાજ્યપાલ બદલવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતના આગેવાન મંગુભાઈ પટેલને પણ રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં છે. આવી જ રીતે કર્ણાટકમાં વજુભાઈ વાળાને બદલે થાવરચંદ ગહેલોતને રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

અત્યંત મુશ્કેલ કાર્ય છતાં આવશ્યક એવા માનવ નિર્માણનું કાર્ય શિક્ષકો કરે છે : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરના અગિયારમાં સ્થાપના દિને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે, ભારતીય શિક્ષણ પ્રશિક્ષક સંસ્થા શિક્ષકોના નિર્માણનું પવિત્ર ઋષિ કાર્ય કરી રહી છે. જે વ્યક્તિ માનવ નિર્માણની જવાબદારી પોતાના શિર ઉપર લે છે તે જ આચાર્ય અર્થાત શિક્ષક છે. શિક્ષકો માનવ નિર્માણના આરાધક છે. દરેક વ્યક્તિના જીવનમાં ત્રણ […]

ગુજરાતમાં કોરોનાને પગલે તકેદારીના ભાગરૂપે એક લાખ બેડ સહિતની જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈઃ રાજ્યપાલ

અમદાવાદઃ  કોરોનાની લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ,લોકો માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારીઓ પૂર્વવત પાળે એવો અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે,રાજ્ય સરકારે પહેલા ફેઝમાં સમુચિત સારવાર માટે 40 હજાર બેડની વ્યવસ્થા કરી હતી. હાલમાં એક લાખ બેડ સહિત ઓકસીજન પ્લાન્ટ, દવાખાનાઓ અને માનવ સંપદાની જરૂરી વ્યવસ્થા કરી છે. […]

ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજ નહીં સમાવવા અધ્યાપક મહામંડળની રાજ્યપાલને રજુઆત

અમદાવાદઃ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને સામેલ ન કરવા માટે ગુજરાતના રાજ્યપાલને રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના અગ્રણી ડો.રમેશ ચૌધરી, ડો. રાજેન્દ્ર જાદવ, ડો.દિગ્વિજયસિંહ ગોહિલે કરેલી લેખિત રજૂઆત અનુસાર સરકારે 2009માં ખાનગી યુનિવર્સિટી એક્ટ બનાવ્યો હતો. આ એક્ટમાં ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ થઈ શકે તેની સ્પષ્ટતા […]

સમાજશ્રેષ્ઠીઓના યોગદાનથી જ સમાજ કલ્યાણકારી અને પ્રગતિશીલ બને : રાજ્યપાલ

અમદાવાદઃ સમાજ શ્રેષ્ઠીઓના યોગદાનથી જ સમાજ કલ્યાણકારી અને પ્રગતિશીલ બને છે. વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કોવિડ કેર ડ્રાઇવ અંતર્ગત વિવિધ સેવા પ્રકલ્પોને રાજ્યપાલશ્રીએ લોકાર્પિત કર્યા હતા. તેમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. રાજ્યપાલએ આ પ્રસંગે સાવલી, વડોદરા સ્થિત મંજુસાર, જી.આઇ.ડી.સી.માં ઓક્સીજન પ્લાટનું લોકાપર્ણ કર્યુ હતું. આ ઉપરાંત ૨૫ […]

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાએ ગત સત્રમાં પસાર કરેલા ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજીયન (સુધારા) વિધેયક, ગુજરાત (લવ જેહાદ),  અશાંતધારા સુધારા વિધેયક, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ સુધારા વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સહિત કુલ ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું […]

‘મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાનનો પ્રારંભઃ દરેક ગામને કોરોના મુક્ત કરવા CMનું આહવાન

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુકત ગામ કરવા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન […]

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક ખેતી જ મજબૂત વિકલ્પ છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે પ્રકૃતિનુ સંતુલન બગડયું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જળ-જમીન, પર્યાવરણ દૂષિત થયા અને ઝેરયુક્ત ખાદ્યાન્નોના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ખતરો પેદા થયો છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code