1. Home
  2. Tag "MAHARASHTRA"

નાસિકમાં એનસીપીના નેતા અને તેમના ભાઈની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

પૂણેઃ મહારાષ્ટ્રમાં અસમાજીકતત્વો બેફામ બન્યાં હોય તેમ ગંભીર ગુનાઓ વધી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાસિકમાં અજાણ્યા શખ્સોએ બે ભાઈઓની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતકો પૈકી એક એનસીપી(અજીત પવાર)ના શહેર ઉપપ્રમુખ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

મહારાષ્ટ્રમાં JNPA પોર્ટ થી ચોક સુધી શરૂ થતા 6-લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ હાઇ સ્પીડ નેશનલ હાઇવેના નિર્માણને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ મહારાષ્ટ્રમાં JNPA પોર્ટ (પગોટ) થી ચોક (29.219 કિમી) સુધી શરૂ થતા 6-લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ હાઇ સ્પીડ નેશનલ હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ રૂ. 4500.62 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) મોડ પર વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર […]

મહારાષ્ટ્રમાં એપ્રિલ 2025 થી લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો મોંઘા થશે

જો તમે મહારાષ્ટ્રમાં 30 લાખ રૂપિયા કે તેથી વધુ કિંમતનું ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે એપ્રિલ 2025 થી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના બજેટમાં જાહેરાત કરી છે કે મોંઘા ઇલેક્ટ્રિક વાહનો પર 6 ટકા મોટર વાહન કર લાદવામાં આવશે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક વાહનો પર કોઈ મોટર વાહન […]

મહારાષ્ટ્રઃ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં હિતેશ મહેતાનો કરાવાયો પોલીગ્રાફ ટેસ્ટ

મુંબઈઃ 122 કરોડ રૂપિયાના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી હિતેશ મહેતાનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ ટેસ્ટ FSLએટલે કે ફોરેન્સિક સાયન્સ લેબમાં ફોરેન્સિક નિષ્ણાતો અને મનોચિકિત્સકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મહેતાને કૌભાંડ સંબંધિત લગભગ 40થી 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સવારે 11 વાગ્યાથી બપોરે […]

મહારાષ્ટ્રઃ સરપંચની હત્યા કેસમાં ફસાયેલા મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપવું પડ્યું

મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી હંગામાનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહીંનું રાજકારણ કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. હવે મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ પહેલા મુંડેની પહેલી પત્ની કરુણા મુંડે, જેઓ અલગ રહેતા હતા, તેમણે દાવો કર્યો હતો કે તેઓ […]

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય પર હુમલાની ધમકી આપતો મેસેજ વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી આવ્યો હતો. ત્યારથી મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ મલિક શાહબાઝ હુમાયુ રાજા દેવ તરીકે આપી […]

મહારાષ્ટ્રઃ પૂણેમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર બનેલા શરમજનક દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 37 વર્ષીય આરોપી દત્તાત્રેય રામદાસ ગાડેની ધરપકડ કરવામાં આવી છે. તે મોડી રાત્રે કોઈના ઘરે ભોજન કરવા ગયો હતો, તે જ વ્યક્તિએ તેના વિશે પોલીસને માહિતી આપી હતી. ગુરુવારે (27મી ફેબ્રુઆરી) રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે […]

મહારાષ્ટ્રઃ એરપોર્ટ ઉપરથી 3 વિદ્યાર્થીઓ ચાર લાખ ડોલરની દાણચારી કરતા ઝડપાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ત્રણ વિદ્યાર્થિનીઓ પાસેથી 400,000 ડોલર (લગભગ રૂ. 3.47 કરોડ) થી વધુની રોકડ જપ્ત કરી છે. ત્રણ વિદ્યાર્થીઓની બેગમાં અનેક નોટબુકના પાના વચ્ચે 100 ડોલર ની નોટો છુપાવવામાં આવી હતી. આ રકમ ભારતથી દુબઈ લઈ જવામાં આવી રહી હતી. પુણે સ્થિત ટ્રાવેલ એજન્ટની ધરપકડ બાદ કસ્ટમ અધિકારીઓ શંકાસ્પદ હવાલા […]

મહારાષ્ટ્રઃ ઔરંગજેબની કબ્ર દૂર કરવા માટે ભાજપાના ધારાસભ્યએ સીએમ ફડણવીસ સમક્ષ કરી માંગ

પૂણેઃ ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં મહારાષ્ટ્ર સરકારને ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, “છત્રપતિ સંભાજી મહારાજને ત્રાસ આપી મારનાર ઔરંગઝેબની કબર હજુ પણ મહારાષ્ટ્રમાં કેમ છે? તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક જૂના નિવેદનનો […]

ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે

મુંબઈઃ ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code