
ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે
મુંબઈઃ ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના 65મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
તેમની મુલાકાતના ભાગ રૂપે, ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની મુલાકાત લેશે.
tags:
Aajna Samachar Breaking News Gujarati chhatrapati sambhaji nagar- Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar MAHARASHTRA Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar vice president viral news will visit