વડનગરમાં મંગળવારે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે
                    અમદાવાદઃ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે. આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

