વડનગરમાં મંગળવારે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે
અમદાવાદઃ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે.
આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં યુવા બાબતો અને ખેલ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વે કિરીટ કુમાર પટેલ, કરસનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી સરદારભાઈ ચૌધરી અને શ્રી સી. જે. ચાવડા ઉપસ્થિત રહેશે.