1. Home
  2. Tag "News Blog"

કાલાવડ યાર્ડ પાસે શેરડીનો રસ પીતા લોકો પર કાર ફરી વળતા બેના મોત

જામનગર, 21 એપ્રિલ 2026: Two killed as car runs over people drinking sugarcane juice જિલ્લાના કાલાવાડ શહેરમાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે પૂરફાટ ઝડપે આવેલી કારે શેરડીના રસના ચિચોડે રસ પીતા દંપતિ ઉપરાંત પિતા-પુત્ર સહિત ચાર લોકોને અડફેટે લેતા આ અકસ્માતમાં મહિલાનુ ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતુ. જયારે પિતા-પુત્ર પૈકી તેર વર્ષીય કિશોરનુ પણ ગંભીર […]

વડોદરામાં તાપમાનમાં વધારો થતાં તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવા આદેશ

વડોદરા, 21 એપ્રિલ 2026: Schools ordered to operate in morning shift શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તામપાન 40 ડિગ્રીએ પહોંચતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સવારની પાળીમાં ચલાવવાનો આદેશ કર્યો છે. શહેરમાં દણીબધી શાળાઓમાં વેકેશનનો માહોલ છે. પણ ખાસ કરીને સીબીએસઈ સ્કૂલોમાં શિક્ષણ ચાલી રહ્યું છે. અસહ્ય ગરમીને લીધે બપોરની પાળીમાં ચાલતી શાળાઓ હવે સવારની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનાવેલો ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ

રાજકોટ, 21 એપ્રિલ 2026: Swimming pool closed  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમપ્લેક્સમાં રૂપિયા 9 કરોડનાં  ખર્ચે આધુનિક ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ આ સ્વિમિંગ પુલ તરવૈયાઓ માટે શોભાના ગાંઠીયા જેવો બની રહ્યો છે. જોકે સ્વિમિંગ પુલની સાથે આવેલો  પ્રેક્ટીસ પુલ ચાલુ છે. પણ તરવૈયાઓ માટેના ઓલિમ્પિક કક્ષાના […]

અંબાજીના ગબ્બર પર્વત પર બે દિવસ દર્શન અને રોપવે સેવા બંધ

અંબાજી, 21 એપ્રિલ 2026: Darshan and ropeway service closed for two days at Gabbar Mountain  યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર  લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલે તા. 22 એપ્રિલને બુધવારે અને 23 એપ્રિલને ગુરુવારે ગબ્બર પર્વત પર દર્શન […]

તાપમાનમાં વધારો થતાં જ લીંબુના ભાવ પ્રતિ 20 કિલોના 4400ને વટાવી ગયા

પાલનપુર, 21 એપ્રિલ 2026: Lemon prices cross Rs 4400 per 20 kg   તાપમાનમાં વધારો થતા કાળઝાળ ગરમીથી બચવા લોકો લીંબુ સરબતનો સહારો લઈ રહ્યા છે, લીંબુની માગમાં વધારો થતાં ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 20 કિલોના લીંબુના ભાવમાં રૂ.900નો વધારો થઈ રૂ.4,400 સુધી પહોંચ્યા છે. માર્ચ બાદ માવઠાને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો […]

સુરેન્દ્રનગરમાં ઈકો સાયલેન્સરની ચોરી કરતી ગેન્ગના 4 આરોપી પકડાયા

સુરેન્દ્રનગર, 21 એપ્રિલ 2026: 4 accused arrested for stealing eco silencers  રાજ્યમાં ઈકોકારના સાયલન્સની ચોરીના બનાવો વધી રહ્યા છે. ઈકોકારના સાયલન્સરની અંદર આવેલી માટીમાં ધાતુનું પ્રમાણ પણ હોય છે અને બજારમાં આ ધાતુની કિંમત ખૂબ ઊંચી હોય છે. જેથી ઇકોના નવા સાયલન્સર પણ ખૂબ મોંઘા ભાવે મળે છે. એટલા માટે ચોરી કરેલા સાયલન્સર પણ 8થી […]

શિક્ષણ વિભાગે ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા તમામ શાળાઓને કર્યો આદેશ

ગાંધીનગર, 21 એપ્રિલ 2026: Orders all schools to reduce dropout ratio ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકો અધૂરું શિક્ષણ છોડી રહ્યા હોવાથી ડ્રોપ આઉટ રેશિયે વધી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપ-આઉટ ઘટાડવા અને અપાર આઈડી બનાવવા સમયમર્યાદા નક્કી કરતાં ગાંધીનગર જિલ્લા શિક્ષણ કચેરીએ 2026-2027 ના શૈક્ષણિક વર્ષ માટે ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા અને […]

ભાવનગરમાં ડેપ્યુટી ફાયર અધિકારી રૂપિયા બે લાખની લાંચ લેતા પકડાયા

ભાવનગર, 21 એપ્રિલ 2026: Deputy fire officer caught taking bribe of Rs 2 lakh  શહેરમાં એસીબીની ટીમે છટકું ગોઠવીને ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા 2 લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી કોન્ટ્રાક્ટરે સરકારી શાળાઓમાં ફીટ કરેલા ફાયર સેફ્ટીના સાધનોનું એનઓસી મેળવવા બદલ ઓનલાઈન અરજી કરી હતી. જે આપવાના બદલામાં રૂપિયા […]

રાજકોટમાં મ્યુનિની ચૂંટણી માટે EVMની ચકાસણી કરીને સ્ટ્રોંગરૂમમાં મુકાયા

રાજકોટ, 21 એપ્રિલ 2026: EVMs for municipal elections checked શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીના હવે ચાર દિવસ બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા આરએમસીના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16, 17 અને 18ના 210 EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ […]

સુરતના ઉધનામાં જમવા બાબતે ઝઘડો થતાં પૂત્રએ માતાની હત્યા કરી

સુરત, 21 એપ્રિલ 2026: Son kills mother over food dispute  શહેરના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ જમવા બાબતે ઝગડો થતા પોતાની વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code