Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં મિલકતોમાં નામ ટ્રાન્સફર માટે હવે ઓનલાઈન સ્લોટ બુક કરાવી શકાશે

અમદાવાદમાં મિલકતોમાં નામ ટ્રાન્સફર માટે હવે ઓનલાઈન સ્લોટ બુક કરાવી શકાશે

અમદાવાદ, 6 સપ્ટેમ્બર, 2026 : Online slots can now be booked for name transfer in properties  શહેરમાં મિલક્તોના ખરીદ-વેચાણ બાદ નામ ટ્રાન્સફર માટે હવે એએમસી દ્વારા સ્લોટ બુકીંગની ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સ્લોટ બુક કરાવી શકશે. હાલ મ્યુનિ. કોર્પોરેશનની 7 ઝોનલ ઓફિસોમાં ‘સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ’ શરૂ કરવામાં આવી છે, જેને સફળતા મળતા હવે શહેરના તમામ 63 સિવિક સેન્ટરોમાં પણ કાર્યરત કરવામાં આવશે. ભવિષ્યમાં જન્મ-મરણ સર્ટિફિકેટથી લઈને અન્ય સુવિધાઓ માટે પણ ઓનલાઇન સ્લોટ બુક સુવિધા શરૂ કરાશે, જેથી નાગરિકને લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં મિલકતોમાં નામ ટ્રાન્સફર માટે અરજદારોને મુશ્કેલી પડતી હતી, અને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. ત્યારે હવે ઓનલાઈન સ્લોટ બુક કરાવીને લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મેળવી શકશે. આ અંગે ઈ-ગવર્નન્સ વિભાગનો હવાલો સંભાળતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના કહેવા મુજબ એએમસી દ્વારા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ ઝડપી, પારદર્શક અને વધુ સુગમ રીતે ઉપલબ્ધ કરાવવા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. આ અંતર્ગત મિલકત નામ ટ્રાન્સફર જેવી મહત્વપૂર્ણ નાગરિક સેવામાં સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટ સ્ટેનો અમલ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા આ ડિજિટલ વ્યવસ્થાના અમલીકરણથી મિલકત નામ ટ્રાન્સફર માટે કોર્પોરેશનની ઓફિસે આવતાં નાગરિકોને લાંબી લાઇનોમાં ઊભા રહેવામાંથી છુટકારો મળશે.

આ ઉપરાંત ઓનલાઇન સ્માર્ટ ક્યુ મેનેજમેન્ટ માટે LogBook360 સિસ્ટમમાં QR કોડ આધારિત ચેક-ઇન, ડિજિટલ ટોકન જનરેશન અને લાઈવ ક્યૂ ડિસ્પ્લે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્લોટ બુક કર્યા વિના પણ ખાતે આવતા નાગરિકો માટે પણ કિયોસ્ક મારફતે તાત્કાલિક ટોકન મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી નોંધણીથી લઈને સેવા મેળવવા સુધીની પ્રક્રિયા વધુ ઝડપી બની શકશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular