Homeગુજરાતીગુજરાતકોઈપણ સંજોગોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જ પડશે: ગેહલોત

કોઈપણ સંજોગોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જ પડશે: ગેહલોત

અમદાવાદ, 5 સપ્ટેમ્બર, 2026 : Caste-based census must be conducted જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે ભાજપ સરકારની નીતિરીતી પર આકરા પ્રહાર કરતા રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ લાંબા સમયથી મોદી સરકાર પાસે યોગ્ય રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી રહી છે અને આ માંગ ૨૦૨૧ થી જ પેન્ડિંગ હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વર્ષ ૨૦૨૩ થી સતત આ માંગ ઉઠાવી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ગત ૨૦ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર પણ લખ્યો હતો.

ગેહલોતએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને પત્રો લખવા છતાંયે બંને પત્રોનો સરકારે કોઈ જવાબ આપ્યો નથી. જો જાતી જનગણનાના વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ ન હોય તો શિક્ષણ, શિષ્યવૃત્તિ, કૌશલ્ય વિકાસ, સરકારી રોજગાર અને કલ્યાણકારી યોજનાઓમાં લક્ષિત હિસ્સેદારી નક્કી કરવી મુશ્કેલ બનશે. વિધાનસભા, લોકસભા, અમલદારશાહી, ઉચ્ચ ન્યાયતંત્ર અને અન્ય સંસ્થાઓમાં ઓબીસી-ઈબીસીની વાસ્તવિક ભાગીદારીની તુલનામાં તેમની વસ્તીનું પ્રમાણિક મૂલ્યાંકન નબળું રહેશે. આવક, સંપત્તિ, રોજગાર, વ્યવસાય, કોર્પોરેટ નેતૃત્વ અને આર્થિક તકોમાં ઓબીસી-ઈબીસીની ભાગીદારી માટે પણ વિશ્વસનીય આધારરેખા તૈયાર નહીં થઈ શકે. જાતી જનગણના અંગે મોદી સરકાર નિયત કેમ સ્પષ્ટ નથી?

ગેહલોતએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા કહ્યું હતું કે,   હલ્દ્વાનીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ તથા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેજીની સભા બાદ એ જ સ્થળે ગંગાજળ છાંટીને અને હવન કરીને કહેવાતું ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું. આ માત્ર એક વરિષ્ઠ નેતાનું અપમાન નથી, પરંતુ તે જાતિવાદી માનસિકતાનું ભયાનક પ્રદર્શન છે, સૌથી ગંભીર બાબત એ છે કે  જે.પી. નડ્ડા દ્વારા રાજ્યસભામાં આપેલા આશ્વાસન બાદ પણ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી સામે આવી નથી. સોશિયલ મીડિયા પોસ્ટ્સ, ઉપલબ્ધ વીડિયો અને આયોજકોના જાહેર નિવેદનોની તપાસ કરવામાં આવે. ઉત્તરાખંડ પોલીસ તાત્કાલિક એફ.આઈ.આર  દાખલ કરવામાં આવે, એસી-એસટી એક્ટ અને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ તેમજ અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગે કરે છે

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular