1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તાપીનો ઐતિહાસિક ડોસવાડા ડેમ 100 ટકા ભરાયો: નદી કિનારાના ગામોને સાબદા રહેવા તાકીદ
તાપીનો ઐતિહાસિક ડોસવાડા ડેમ 100 ટકા ભરાયો: નદી કિનારાના ગામોને સાબદા રહેવા તાકીદ

તાપીનો ઐતિહાસિક ડોસવાડા ડેમ 100 ટકા ભરાયો: નદી કિનારાના ગામોને સાબદા રહેવા તાકીદ

0
Social Share

સુરત, 09 જુલાઈ 2026: ચાલુ ચોમાસામાં તાપી જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે વ્યારા તાલુકાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો છે.

જળસપાટી: 9 જુલાઈ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે ડેમની જળસપાટી 123.46 મીટર નોંધાઈ છે, જે તેની 123.44મીટરની મહત્તમ સપાટી (FRL) કરતા વધારે છે.ઓવરફ્લો: ડેમની કુલ ક્ષમતા 3.43 MCM હોવાથી તે 100 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 58 ક્યુસેક પાણીની આવક સામે ડેમની ક્રેસ્ટ પરથી 58 ક્યુસેક પાણી નદીમાં ઓવરફ્લો થઈ રહ્યું છે.તંત્ર: ડેમ ઓવરફ્લો થતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવધ રહેવા અને નદી કિનારે ન જવા તાકીદ કરવામાં આવી છે.

વધુ વાંચો: મલયાલમ ક્લાસિક ફિલ્મ ‘કિરીડમ’ 4K ક્વોલિટીમાં ફરી મોટા પડદા પર જોવા મળશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code