1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટિઝર થયું રિલીઝ
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટિઝર થયું રિલીઝ

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટિઝર થયું રિલીઝ

0
Social Share
  • કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી મચાવશે ઘૂમ
  • અપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ટિઝર લોંચ

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન ખૂબ જ શોર્ટ ટાઈમમાં  પોતાની ઓળખ બનાવીને ફેમસ થયા છે તો સાથએ જ કિયાર અડવાણી પર સુપર હિટ ફિલ્મો કરીને દર્શકોના દિલ પર રાઝ કરી રહી ચે ત્યારે હવે આ બન્ને એક્ટર્સ ઓન સ્ક્રિન સાથે જોવા મળશે તેમની અપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું આજરોજ ટિઝર લોંચ કરવામાં આવ્યું છે.

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટીઝર રિલીઝ થી ચૂક્યું છે. દર્શકો ફરી એકવાર કાર્તિક અને કિયારાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા આતુર હતા. આજે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મની આ ઝલક બતાવે છે કે કાર્તિક-કિયારા એકબીજાના પ્રેમમાં ખોવાઈ જાય છે, પરંતુ તેમના જીવનમાં ઘણા વળાંક આવે છે જેનો તેમને સામનો કરવો પડે છે.

આ ફિલ્મ કાશ્મીરના સુંદર મેદાનોમાં શૂટ કરવામાં આવેલ છથે, આવેલ ‘સત્ય પ્રેમ કી કથા’નું ટીઝર પણ ત્યાંથી શરૂ થાય છે. અભિનેતાએ કાર્તિક આર્યન અને કિયારાની પ્રિય પ્રેમ કહાની સમજાવવા માટે પોતાનો અવાજ આપ્યો છે, જે ટીઝરની પાછળ બેક અવાજમાં ચાલી રહી છે. કાર્તિક દર્શકોને પ્રેમથી ભરેલી વાતો સાથે વાર્તાના પાત્રોમાં છુપાયેલા પ્રેમને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ સાથે જ ટિઝરના  કેટલાક દ્રશ્યોમાં, કાર્તિક અને કિયારા પ્રેમથી ફરતા અને એકબીજાની બાહોમાં ખોવાયેલા જોવા મળી રહ્ય છે, પછીથી બંને વચ્ચે ક્ષણો આવે છે જ્યારે તેઓ અલગ થઈ જાય છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટપણે જાણી શકાય છે કે કાર્તિક અને કિયારા ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ કરવા જઈ રહ્યા છે.દર્શકો આ ફિલ્મની આતુપરતાથી રાહ જોી રહ્યા છએ જો કે ફઇલ્મ રિલીઝ બાદ જ ખબર પડશે કે સ્ક્રિન પર આ જોડી કેટલી સુપર હિટ જશે.

ફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ તો આ ફિલ્મ  29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવી  રહી છે. નમઃ પિક્ચર્સ સાથે મળીને સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મનું નામ પહેલા ‘સત્યનારાયણ કી કથા’ હતું, પરંતુ બાદમાં તેને બદલવામાં આવ્યું હતું.હવે ફઇલ્મનું નામ સત્યપ્રેમ કી કથા છે ,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code