1. Home
  2. ગુજરાતી
  3. આ 10 પાસવર્ડ ભૂલેચૂકે પણ ના રાખતા અન્યથા એકાઉન્ટ થઇ જશે સાફ
આ 10 પાસવર્ડ ભૂલેચૂકે પણ ના રાખતા અન્યથા એકાઉન્ટ થઇ જશે સાફ

આ 10 પાસવર્ડ ભૂલેચૂકે પણ ના રાખતા અન્યથા એકાઉન્ટ થઇ જશે સાફ

0
Social Share
  • ભૂલથી પણ આ 10 પાસવર્ડ યૂઝ ના કરશો
  • અન્યથા તમારું એકાઉન્ટ થઇ જશે ખાલી
  • જાણો ક્યાં છે આ 10 પાસવર્ડ

નવી દિલ્હી: ટેક્નોલોજી અને ડેટાના આ યુગમાં પાસવર્ડ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ડેટાની સુરક્ષા માટે પાસવર્ડ ખૂબ જ મહત્વનો છે. પરંતુ જો કોમન પાસવર્ડ રાખવામાં આવે તો ડેટા ચોરી કે હેકિંગની શક્યતા વધી જાય છે. કેટલાક લોકો પોતાની જન્મ તારીખ રાખે છે તો કોઇ માત્ર આંકડા રાખે છે. કેટલાક તો મોબાઇલ નંબર પણ રાખે છે. જો કે આવું કરવું ખૂબ જ જોખમી છે. એક રિપોર્ટમાં સુપરહીરોના નામ પર પાસવર્ડ ના રાખવાની ચેતવણી અપાઇ છે.

રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો સુપરહીરોના નામ પર પાસવર્ડ રાખવાનું પસંદ કરે છે. જેને કારણે હેકર્સ સરળતાપૂર્વક સિસ્ટમમાં ઘૂસણખોરી કરે છે. હેવ આઇ બીન પોન્ડના આંકડાઓ અનુસાર, સુપરહીરોનાં નામ વાળા પાસવર્ડ વધુ હેક થનારા એકાઉન્ટમાંથી એક છે, માટે આવા પાસવર્ડ વાપરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત કોઇપણ પહેલુ નામ, જન્મતારીખ અથવા 12345 કોમ્બિનેશન પાસવર્ડ ક્રેક કરવા પણ હેકર્સ માટે સરળ હોય છે.

10 એવા પાસવર્ડ જે સૌથી વધુ હેક થાય છે

સુપરમેન (Superman)
બેટમેન(batman)
સ્પાઈડરમેન (spiderman)
વોલ્વેરિઅન (Wolverine)
આયર્નમેન (ironman)
વંડરવુમન (wonder woman)
ડેરડેવિલ (Daredevil)
થોર (Thor)
બ્લેકવિડો (Black Widow)
બ્લેક પેંથર (Black Panther)

ઉપરોક્ત તમામ પાસવર્ડ હેક થવાનો સૌથી વધુ ખતરો રહેલો છે. કોઇપણ વસ્તુમાં પાસવર્ડ જેટલો અઘરો હશે તેને ક્રેક કરવો પણ એટલું જ અઘરુ હશે. મુશ્કેલ પાસવર્ડમાં સંખ્યાઓ અને અક્ષરોની ગોઠવણી કરવી હેકર્સ માટે અઘરુ હોય છે.

નોર્ડપાસના વાર્ષિક રિપોર્ટમાં વર્ષ 2020માં સૌથી વધુ યૂઝ થયેલા પાસવર્ડ અંગે કહેવાયું છે. વર્ષ 2020માં 123456 સૌથી કોમન પાસવર્ડ હતો. 2.3 કરોડ લોકોએ આ પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો.

123456 બાદ 123456789 એવો બીજો પાસવર્ડ છે જે સૌથી વધુ વપરાયો છે. picture1 ત્રીજો એવો વધુ વપરાયેલો પાસવર્ડ છે. નોર્ડપાસે આ અઠવાડિયાની શરુઆતમાં પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં 200 કોમન પાસવર્ડ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. તે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code