નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર 2026: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની 26મી વાર્ષિક સમિટ શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટના સ્થળે પહોંચી ગયા છે. આ સમિટ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સ્થાપનાની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહી છે. સમિટની થીમ ‘SCOના ૨૫ વર્ષ – શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે સાથે મળીને આગળ વધવું’ છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) માં ભારત, ચીન અને રશિયા સહિત દસ દેશોનો સમાવેશ થાય છે. ભારત 2017થી આ સંગઠનનું પૂર્ણ સભ્ય છે. વડાપ્રધાન મોદીની SCO શિખર સંમેલનમાં સહભાગિતા આ સંગઠન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત માટે, SCO એ સુરક્ષા, આતંકવાદ, ઊર્જા, કનેક્ટિવિટી અને મુખ્ય રાષ્ટ્રો સાથેના આર્થિક સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે.
વધુ વાંચો: નેપાળમાં એક જ ઘરમાંથી 24 મૃતદેહો મળી આવ્યા, મૃત્યુઆંક 939 પર પહોંચ્યો


