Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ છે, આજે 9 તાલુકામાં પડ્યો વરસાદ

Social Share

 અમદાવાદ, 24 જુન 2026 : The countdown to the arrival of the monsoon  નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. અને આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચામાસાનું આગમન થશે. હાલ પ્રિ-માન્સુન એક્ટિવિટીને લીધે દક્ષિણ ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સાગબારામાં અઢી ઈંચ, ડાંગ અને સુબીરમાં સવા બે ઈંચ, તેમજ વધઈ, ઉચ્છલ, સોનગઢ, ચીખલી, નીઝરમાં પણ વરસાદના ભારે ઝપટાં પડ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે. જેમાં  આજે અમદાવાદ સહિતના 13 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ગીર સોમનાથ, વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના 6 તાલુકામાંથી સાગબારા તાલુકામાં 23 જૂને મધરાત્રીથી ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારની નદી નાળાઓ છલકાયા છે. એ સાથે જ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

મહારાષ્ટ્ર સુધી પહોંચેલું ચોમાસું હવે ગુજરાતને આંગણે પહોંચી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 26 જૂન આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે. આગામી સાત દિવસ રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરાઈ છે.  આગામી 48 કલાકમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Exit mobile version