1. Home
  2. ગુજરાતી
  3. સુશાંતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’ જોઈને ઓડિયન્સ થઈ ઈમોશનલ- લાસ્ટ હસી તેના ચાહકોને રડાવી ગઈ-સુશી એ રીલ રોલમાં રિયલ અનુભૂતિ કરાવી
સુશાંતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’ જોઈને ઓડિયન્સ થઈ ઈમોશનલ-  લાસ્ટ હસી તેના ચાહકોને રડાવી ગઈ-સુશી એ રીલ રોલમાં રિયલ અનુભૂતિ  કરાવી

સુશાંતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’ જોઈને ઓડિયન્સ થઈ ઈમોશનલ- લાસ્ટ હસી તેના ચાહકોને રડાવી ગઈ-સુશી એ રીલ રોલમાં રિયલ અનુભૂતિ કરાવી

0
Social Share
  • સુશાંતની  લાસ્ટ ફિલ્મ દિલ બેચારા
  • દર્શકો ફિલ્મ જોઈને ઈમોશવનલ થયા
  • અનેક બોલિવૂડની હસ્તીઓએ કરી ઈમોશનલ પોસ્ટ
  • લોકો સુશઆંતને કરી રહ્યા છે મિસ
  • રીલ રોલમાં સુશીનેવ જોઈને રીયલ અનુભૂતિ કરાવી
  • કેન્સર પીડિતની કહાનિ છે આ ફિલ્મ

બોલિવૂડના યંગ એક્ટર એવા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા ગઈકાલે અનેક પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે,અનેક બોલિવૂડની હસ્તીઓએ આ ફિલ્મ જોઈ,સુશાંતની આ લાસ્ટ ફિલ્મ છે જેને જોઈને ઓડિયન્સ ખુબ ઈમોશનલ થઈ હતી,દરેક લોકોએ સુશાંતની એક્ટિંગના ખૂબ જ વખાણ કર્યા છે,તો સાથે સુંશાંતને તેના પ્રસંશકો ખુબજ  મિસ કરી રહ્યા છે,આ ફિલ્મ મૂકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે તો લીડ ફિમેલ એક્ટ્રેસમાં સંજના સીંધી જોવા મળે છે તેની  આ ડેબ્યૂ ફિલ્મ છે.

સુશાતંની ફિલમ જોઈને દર્શકો તેમની આખંમાંથી આસુ રોકી શક્યા નહોતા,બોલિવૂડની કેટલીક હસ્તીઓએ સુશાંતની ફિલ્મ જોઈને કેટલાક મેસેજ પણ આપ્યા છે

બોવિલૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ફિલ્મના વખાણ કરતા કહ્યું કે-“ઈમોશન્સથી ભરપુર,આસું વહેતા નહી અટકાવી શકાય,આ પ્રાકરના અજીબ દર્દ સાથે નો એક ખુબ સુરત અનુભવ નથી કર્યો,ફ્રેન્સ માટે આ શાનદાર ટ્રિક છે,ફિલ્મની કાસ્ટિંગ પણ શાનદાર પ્યારથી ભરપુર છે”

એક્ટ્રેસ જેનેલિયા ડિસૂજા એ લખ્યુ છે કે,”સુશાંત સિંહ રાજપૂત સ્ક્રિન પર,અને હું કંઈજ કરી શકતી નથી સીટી વગાડી શકુ છું,આ સાથે જ એક્ટર તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કરે પણ આ ફિલ્મ જોઈ હતી અને ખુબ જ ઈમોશનલ થયા હતા.અનેક લોકોએ કહ્યું કે,સુશાંત સર શાનદાર હતા અને અમે તમને હંમેશા યાદ કરીશું”

આ ફિલ્મમાં ખરેખર સુશાંતનો અદભૂત રોલ જોવા મળ્યો છે,તેના ચહેરા પરની સ્માઈલ દર્શકોએ વખાણી છે,રીલ રોલમાં પણ લોકો તેને રિયલ ફીલ કરી રહ્યા છે,દરેક લોકોની આંખો આ  ફિલ્મ જોઈને નમ થઈ છે,કેટલાક ચાહકોનું કહેવું છે કે, કાશ આ એક સપનુ હોઈ અને સુશાંત ફરી આપણી આ રીયલ દુનિયામાં આવી જાય.

ફિલ્મને લઈને સોશ્યલ મીડિયા પર અનેક ઈમોશનલ પોસ્ટ કરવામાં આવી રહી છે,બોલિવૂડના કલાકારો ,દર્શકો તથા અનેક લોકો સુશાંતની ફિલ્મ જોઈને તેને તારીફે કાબિલ કહી રહ્યા છે.

ફિલ્મની કહાનિ એક યુવક અને યુવતી કે જેઓ કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા છે તેની આજુબાજુ ફરતી જોવા મળે છે,બિમારીમાં પણ હસતા ચહેરે જીવનને જીવવું તે આ ફિલ્મમાંથી શીખવા મળે છે, તે છંત્તા ફિલ્મ રડાવી તો જાય જ છે.કેમિયો રોલમાં સેફઅલી ખાન પણ જોવા મળ્યા છે

ઉલ્લેખનીય છે કે 14 જુનના રોજ અભિનેતા સુશઆંત સિંહ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપધાત કર્યો હતો જેને લઈને સમગ્ર દેશના લોકોમાં શોક વ્યાપી ગયો હતો,આજે સુશાંતની લાસ્ટ ફિલ્મ જોઈ સૌ કોઈ તેને યાદ કરી રહ્યા છે,

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code