1. Home
  2. ગુજરાતી
  3. સાઉથના સુપરસ્ટાર ધનુષનો જન્મદિવસ,સફળતા પહેલા આવો હતો સંધર્ષ
સાઉથના સુપરસ્ટાર ધનુષનો જન્મદિવસ,સફળતા પહેલા આવો હતો સંધર્ષ

સાઉથના સુપરસ્ટાર ધનુષનો જન્મદિવસ,સફળતા પહેલા આવો હતો સંધર્ષ

0
Social Share
  • સુપરસ્ટાર ધનુષનો આજે જન્મદિવસ
  • ફિલ્મોમાં આવ્યા પહેલા કર્યો જોરદાર સંઘર્ષ
  • સંઘર્ષ કરીને પણ મેળવી સફળતા
  • આજે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે મોટુ નામ

મુંબઈ : સાઉથ સિનેમાના સુપરસ્ટાર ધનુષ દરેકના હૃદયમાં રાજ કરે છે. ત્યારે ધનુષ આજે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ધનુષ આજે માત્ર દક્ષિણ સિનેમામાં જ નહીં પણ બોલિવુડમાં પણ ખૂબ જ લોકપ્રિય છે..

ધનુષે સાઉથ સિનેમાના મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી એશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા છે. ધનુષની પત્ની એશ્વર્યા એ અભિનયની દુનિયાથી દૂર પ્રખ્યાત નિર્દેશક છે.

સાઉથની ઘણી ફિલ્મોમાં જોરદાર અભિનયનો જાદુ ચલાવ્યા બાદ વર્ષ 2013 માં આનંદ એલ રાયની ફિલ્મ ‘રાંજણા’ માં ધનુષ નજરે પડ્યા હતા. ફિલ્મમાં તેણે બનારસના રહેવાસી ‘કુંદન’નું પાત્ર ભજવ્યું હતું. દક્ષિણ ભાષી પ્રદેશનો હોવા છતાં, ધનુષનો અભિનય જોઈને બધાએ તેને બનારસનો સમજી લીધો હતો.

ધનુષની બીજી હિન્દી ફિલ્મ અમિતાભ બચ્ચનની સાથે શમિતાભ હતી. ફિલ્મમાં ધનુષનું પાત્ર બોલી શકાય તેવું નહોતું, તેથી અમિતાભ બચ્ચન તેનો અવાજ બનતા હતા.આ ફિલ્મમાં ધનુષના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જોકે તે બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી નહીં.

અભિનય ઉપરાંત ધનુષ સંપૂર્ણ રીતે સંગીત પ્રત્યે સમર્પિત છે અને તે તમિલ ગીતો લખીને ગાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ધનુષ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગતા હતા, તે શેફ બનવા માંગતા હતા, પરંતુ તેના ભાઈએ તેને ફિલ્મોમાં આવવાની સલાહ આપી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કોલાવરી ડી ગીત ફક્ત છ મિનિટમાં ધનુષે લખ્યું હતું. કોલાવેરી ડીને યુ ટ્યુબ ગોલ્ડન એવોર્ડ પણ મળ્યો છે. આ એવોર્ડ દુનિયાના સૌથી વાયરલ વીડિયો માટે આપવામાં આવે છે. આ સાથે ધનુષ એક સારો ડાન્સર પણ છે.

ધનુષ ટૂંક સમયમાં આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code