1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લાના રોડ-રસ્તાઓની હાલત બીસ્માર, વાહનચાલકોને ભોગવવી પડતી હેરાનગતી
ભાવનગર જિલ્લાના રોડ-રસ્તાઓની હાલત બીસ્માર, વાહનચાલકોને ભોગવવી પડતી હેરાનગતી

ભાવનગર જિલ્લાના રોડ-રસ્તાઓની હાલત બીસ્માર, વાહનચાલકોને ભોગવવી પડતી હેરાનગતી

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં મેઘરાજાનું  વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. ત્યારે બીજીબાજુ જિલ્લાના રોડ-રસ્તાઓ તો એટવા બધા બીસ્માર બની ગયા છે કે વાહનચાલકો હેરાન-પરેશાન બની ગયા છે. હાલ મોટાભાગના રોડ રસ્તાઓની આવી હાલત છે, તો થોડો વધારે વરસાદપડશે તો  કેવી સ્થિતિ હશે,

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઘણાબધા રોડ-રસ્તોઓ બીસ્માર બની ગયા છે. જેમાં મહુવાના વાછરડાવીરથી વાસીતળાવ સુધીના ડોકટર સ્ટ્રીટ નામે ઓળખાતો સાંકડો રોડ સામાન્ય વરસાદ પડે ત્યાંજ પાણી ભરાય જાય છે. આ રોડને મોડલ રોડ બનાવવા પેવર બ્લોક પાથરવામાં આવ્યો હતો પરંતુ પેવર બ્લોક હલકી ગુંણવતાનો હોય તુટી જવાના કારણે એક વખત પેવર બ્લોક બદલ્યા બાદ પણ હાલ આ રોડની સ્થિતિ ખુબજ ખરાબ છે. આ ઉપરાંત વિશ્વકર્મા મંદિર તરફના માર્ગ ઉપરના બનાવેલ પેવર બ્લોક સંપૂર્ણ પણે તુટી ગયા છે અને શહેરના વિવિધ પેવર બ્લોક રોડ વચ્ચે નળ, ગટર, ગેસલાઇન કે કેબલ પસાર કરવા માટેની ખોદાણ બાદ ખાલી મુકેલી જગ્યા ઉપર બ્લોક ફીટ કરવાની કામગીરી કોઇપણ કક્ષાએથી થતું ન હોય રોડનો સુચારું વાહનવ્યજહાર કરી શકતો નથી.સેક્રેટરીયટ બિલ્ડીંગ સામે ગાંધીબાગ આસપાસ પાથરેલ પેવર બ્લોક તુટી ગયેલ છે. લેન્ડ માર્ક પાસેનો રસ્તો, ભૂતા બાળ મંદિર પાસેનો આર.સી.સી. રોડ પણ ખાડાખડીયા વાળો બની ચુક્યો છે.

આ ઉપરાંત ગારીયાધાર શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર મોટા મોટા ખાટા પડવાથી શહેરીજનોને ભારે હાલાકી થઇ રહી છે.જેમાં બસ સ્ટેન્ડ પાસે રોડ પર ખાડાથી ચોમાસા દરમિયાન પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહીછે. આ રોડ પર મોટી કડ પણ પડી ગયેલી છે.તેમજ નવાગામ રોડ પર વાવ દરવાજા પાસે પણ રોડ પર મોટો ખાડો હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.આ બંને રોડ વાહનોથી સતત ધમધમતાં હોવાથી તંત્ર દ્ધારા વહેલીતકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. ખાડામાં વરસાદનુ પાણી ભરાતા વાહન પસાર થાય ત્યારે પાણી ઉડવાથી રાહદારીનાં કપડા પણ બગાડે છે ત્યારે તંત્ર દ્ધારા આવા ખરાબ રોડને વહેલીતકે મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાલીતાણાના અનેક ગ્રામ્ય માર્ગો ખખડધજ હાલત માં ચોમાસુ આવી ગયું પણ રસ્તા ના રીપેરીંગ કે નવા બનાવવાની કાંઈ ન થયું પાલીતાણા તાલુકાના અનેક એક ગામથી બીજા ગામને જોડતા કે ગામથી તાલુકાને જોડતા અને ઘણા તો તાલુકાથી બીજા તાલુકાને જોડતા માર્ગોની હાલત પણ ખૂબ જ ખરાબ છે પાલીતાણાના ડેમ કાંઠાના મોટી પાણીયાળી -માંડવડા રોડ ખારાડેમ -ભાદાવાવ સુઘી નો રોડ જામવાળી 1 થી પીપરડી 1 આ ઉપરાંત આકોલાળીથી હણોલ નોંધણવદરનો રોડ પાલીતાણા ઢુંઢસર રોડ , નવાગામ ઢાંકણકુંડા- રંડોળા મઢડા જેવા અનેક માર્ગો તૂટેલા ખાડા વાળા કે બેસી ગયેલી હાલતમાં છે જ્યાં વાહનો કે ખેડૂતોના બળદગાડા પણ ચલાવવા મુશ્કેલ છે ,

આ ઉપરાંત પાલીતાણાથી ગારીયાધાર ને જોડતા વાયા વાળુંકડ અને વાયા ચોંડા બંને રોડ ખરાબ હાલત માં છે પાલિતાણાથી શિહોર ને જોડતા વાયા બુઢણા ટાણા ના માર્ગો ખરાબ હાલત માં છે ચોમાસુ આવી જવા છતાં તંત્ર દ્વારા આ માર્ગો નવા બનાવવા કે રીપેરીંગ કરવા સુધ્ધાની દરકાર ન લેતા લોકોને આખું ચોમાસુ હેરાન થવું પડશે એ સ્થિતિ છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તળાજામાં વાહનોથી સતત વ્યસ્ત રહેતા મહુવા ચોકડી અને પાલીતાણા ચોકડીના રસ્તાઓ બિસ્માર છે પ્રથમ વરસાદે જ ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા થઇ ગયા છે. તળાજાની મહુવા ચોકડીથી મહુવા તરફ મહુવા તરફનો તેમજ પાલિતાણા ચોકડી થી તળાજા માર્કેટયાર્ડ સુધીનો અડધો કિલો મીટરના રસ્તાઓ નુકસાનગ્રસ્ત અને બિસ્માર બન્યા છે.આ માર્ગ પર પડેલા મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહેવાથી વાહનો અને રાહદારીઓ માટે જોખમી બની ગયા છે.​​​​​​

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code