1. Home
  2. ગુજરાતી
  3. શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી સ્કુલવાન ચાલકોની કફોડી સ્થિતિ

શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી સ્કુલવાન ચાલકોની કફોડી સ્થિતિ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં ઘણીબધી છૂટછાટ આપી છે, જો કે હજુ નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં બંધ હોવાથી સ્કુલવાનના ડ્રાયવરો અને તેના માલિકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ઘણા સ્કુલવાનના ડ્રાયવરો અને હેલ્પરોએ પાણી-પુરીના લારીઓ સહિત અનેય ધંધાઓ શરૂ કરી દીધા છે.

33 વર્ષનો એક સ્કુલવાન ડ્રાયવર  છેલ્લા નવ મહિનાથી ઓનલાઈન પોર્ટલ માટે માલ-સામાન પહોંચાડી રહ્યો છે. તે પરિવારનો ખર્ચ પૂરો કરી શકે એટલું માંડ કમાઈ છે. તેના પરિવારમાં પત્ની, દીકરો અને માતા-પિતા છે. 41 વર્ષના અન્ય સ્કુલવાન ડ્રાયવરે લોકડાઉન લાગુ કરાયું તેના માત્ર આઠ મહિના પહેલા સ્કૂલ વાન ખરીદી હતી. છેલ્લા 15 મહિનાથી સ્કૂલ બંધ હોવાથી તેણે પાણીપુરીની લારી શરૂ કરી છે. લગભગ દોઢ વર્ષથી શાળાના દરવાજા બંધ છે ત્યારે 47 વર્ષના સ્કુલરિક્ષાચાલક તેમની વડાપાઉં બનાવીને વેચે છે. તેનું કહેવું છે કે, તે તેના પરિવારનું ગુજરાન ચલાવી શકે એટલી કમાણી કરી લે છે.

ગયા વર્ષના માર્ચ મહિનાથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યું હોવાથી, અમદાવાદમાં 7500 જેટલા સ્કૂલ વાનના માલિકો જીવનનિર્વાહ માટે અન્ય ધંધા તરફ વળ્યા છે. કેટલાકે EMI ભરવા માટે વાન વેચી દીધી છો તો કેટલાકે શાકભાજી અને નાસ્તાની દુકાન તેમજ પાન પાર્લર ખોલ્યું છે. એક સ્કુલવાન ચાલકે જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા હું મહિને 30 હજાર રૂપિયા કમાતો હતો, પરંતુ છેલ્લા નવ મહિનાથી હું મારી સ્કૂલ વાનમાં માલ-સામાનની ડિલિવરી કરી રહ્યો છું. જે અગાઉ જેટલું કમાતો હતો તેનાથી હાલ અડધું કમાઉ છું. 26 વર્ષનો સ્કુલવાન ચાલક  પોતાની સ્કૂલ વાનમાં ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનની ડિલિવરી પણ કરે છે, તેણે કહ્યું હતું કે, અગાઉ તે જેટલું કમાતો હતો, તેની સરખામણીમાં ઓછી આવક થઈ રહી છે.

ગુજરાત ઓટો ડ્રાઈવર્સ એક્શન કમિટીના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, અનેક રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકારે સ્કૂલ વાનના માલિકો માટે કોઈ આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી નથી. એક વર્ષ દરમિયાન, કોવિડ-19ના દર્દીઓને મેડિકલ કેર પૂરી પાડવા માટે 200 જેટલી વાને સંજીવની રથમાં પરિવર્તિત કરાઈ હતી, તેમ અસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું. જો કે, કેસમાં ઘટાડો થતાં, ઘણાનો કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code