દિલ્હીઃ-મોક્કોમાં શુર્કવારની રૃપાત્રે આવેલા ભૂકંપના કારણે તબાહીના દ્ર્શયો સર્જાયા છે અનેક લોકોના મોત થયા છે તો સેંકડો લોકો ઘાયલ થયા છે ત્યારે હવે આ ભૂકંપના કારણે મોતનો આંકડો હવે 2 હજારને વટાવી ચૂક્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર મોરોક્કોમાં ભૂકંપમાં મૃત્યુઆંક 2000ને વટાવી ગયો છે, જ્યારે વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઓછામાં ઓછા 2,012 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાં 1,404 ગંભીર હાલતમાં જોવા મળ્યા છે,
આ મામલાને લઈને મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા વચ્ચે લોકો ગભરાઈને ભાગતા જોવા મળ્યા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતોના પાયા હલી ગયા હતા અને કેટલીક ઈમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.કેચલાક લોકો ઘરથી બેઘર બન્યા છે.

