1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે !
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે !

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે !

0
Social Share

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ગણાતા નરેન્દ્ર મોદી  ક્રિકેટ સ્ટેડીયમમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે. કહેવાય છે. કે,  ઉચ્ચસ્તરેથી આ અંગે સુચનાઓ આપી દેવામાં આવી છે. જેને પગલે અત્યારથી આ અંગે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર  મોદી  ગુજરાતમાં વધુને વધુ ક્રિકેટ મેચ રમાય અને જેને પગલે સ્થાનિક કક્ષાએ ખેલ-કૂદને પ્રોત્સાહન મળે નવા યુવાઓને પ્રેરણા મળે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત મોદી સ્ટેડિયમ ખાતે મેચના આયોજનથી સ્થાનિકોને રોજગારની તક પણ ઉપલબ્ધ થાય છે. તેથી આ પ્રકારના આયોજનનોને સરકાર ખુબ જ ગંભીરતાથી લઈ રહી છે. જેને પગલે ક્રિકેટ વર્લ્ડ કપની કેટલીક મેચો અમદાવાદમાં રમાશે. ખાસ કરીને વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં યોજાશે તેવું ક્રિકેટ બોર્ડના સૂત્રો જ કહી રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ  આગામી 5 ઓક્ટો.થી 19 નવે. સુધી ક્રિકેટ વર્લ્ડ કપ ચાલશે.  જેમાં  અમદાવાદમાં આઇસીસી વન ડેની ફાઈનલનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ સહિત દેશના 11 શહેરોમાં વર્લ્ડ કપની કૂલ 48 મેચ રમાશે. તેનું અત્યારથી જ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીસીસીઆઇ 963 કરોડનો ટેક્સ ચૂકવે તેવી શક્યતા છે. ચાલુ વર્ષે બીસીસીઆઈ એટલેકે, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા આ વખતે આઈસીસી વન ડે વર્લ્ડ કપની યજમાની કરશે. આ વર્લ્ડકપમાં વિશ્વની ટોચની 10 ટીમો ભાગ લેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બીસીસીઆઇએ વર્લ્ડકપના યજમાન તરીકે જે 11 શહેરોના શોર્ટલીસ્ટ કર્યા છે, જેમાં બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ધરમશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે, બીસીસીઆઇએ હજુ આઇસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગે કોઈ જાહેરાત કરી નથી. આઈસીસી દ્વારા હજુ સુધી મેચને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, સામાન્ય રીતે મીડિયા રિપોર્ટમાં જે પણ વાતો કહેવામાં આવી છે જો તે સાચી ઠરે તો મેચની જાહેરાત બાદ ઓનલાઈન ટિકિટોનું વિતરણ થઈ શકે છે. ભારતમાં વરસાદી મોસમના પ્રભાવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છેકે, આ ક્રિકેટ વર્લ્ડ કપથી આઇસીસીને બ્રોડકાસ્ટીંગ રાઈટ્સથી તગડી આવક થશે. જેના પર ભારત સરકાર આશરે 963 કરોડનો ટેક્સ લગાવશે. આ ટેક્સ પણ બીસીસીઆઈ ચુકવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code