1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિમગર્લ-2 ને લઈને દર્શકોમાં વધતો ઉત્સાહ, ફિલ્મનો ફર્સ્ટ લૂક આ તારીખે થશે રિલીઝ
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિમગર્લ-2 ને લઈને દર્શકોમાં વધતો ઉત્સાહ, ફિલ્મનો ફર્સ્ટ લૂક આ તારીખે થશે રિલીઝ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિમગર્લ-2 ને લઈને દર્શકોમાં વધતો ઉત્સાહ, ફિલ્મનો ફર્સ્ટ લૂક આ તારીખે થશે રિલીઝ

0
Social Share

મુંબઈઃ અભિનેતા આુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિલગર્લ સુપર હિટ રહી હતી, આયુષ્માન ખુરાના દરવખતે કંઈક હટકે વિષય સાથએ ફિલ્મી પરદે આવતો હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ડ્રિમગર્લ 2 ની ચર્ચાઓ ચાલી રહી છએ આવી સ્થિતિમાં હવે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ક્યારે રિલીઝ કરવામાં આવશે તે અંગે સમાચાર સામે આવ્યા છે.

આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ 2 ને લઈને દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા ત્યારે  આ ફિલ્મના મેકર્સ  પ્રમોશનલ વીડિયો શેર કરીને આ ફિલ્મ સાથે સંબંધિત અપડેટ્સ શેર કરતા રહે છે જેમાં ફર્સ્ટલૂકની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 25 જુલાઈએ આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લૂક લોકો સાથે શેર કરવામાં આવશે. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલી અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.
https://www.instagram.com/ananyapanday/?utm_source=ig_embed&ig_rid=2adcb6fd-79f7-4c01-b36e-2568448350d9
શેર કરવામાં આવેલા આ વીડિયોમાં આયુષ્માન એટલે કે પૂજા રોકી (રણવીર સિંહ) સાથે વાત કરતા જોવા મળે છે. જે કહી રહી છે કે ફિલ્મનો ફર્સ્ટ લુક 25 જુલાઈએ જાહેર કરવામાં આવશે. આ સાથે આ પ્રોમો વીડિયોમાં ફિલ્મની રિલીઝ ડેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ તેના નક્કી કરેલા સમય મુજબ જ એટલે કે  25 ઓગસ્ટે રિલીઝ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code