1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માંથી પ્રભાસનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ,અહીં જાણો લોકોએ શું કરી કોમેન્ટ
ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માંથી પ્રભાસનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ,અહીં જાણો લોકોએ શું કરી કોમેન્ટ

ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માંથી પ્રભાસનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ,અહીં જાણો લોકોએ શું કરી કોમેન્ટ

0
Social Share

મુંબઈ :સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. અભિનેતાની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ અભિનેતાની ‘રામાયણ’ રિલીઝ થઈ હતી, જેને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે પ્રભાસની ‘પ્રોજેક્ટ કે’ રિલીઝ થવાની છે અને આવી સ્થિતિમાં મેકર્સે આ ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. લોકોને એક્ટરનો આ લુક બિલકુલ પસંદ નથી આવી રહ્યો.

‘પ્રોજેક્ટ કે’માં પ્રભાસ સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હસન પણ લીડ રોલમાં જોવા મળશે. દીપિકા પાદુકોણનો લુક થોડા દિવસો પહેલા જ સામે આવ્યો હતો, પોસ્ટરમાં દીપિકાનો ગુસ્સાથી ભરાયેલ લાલ ચહેરો જોવા મળી રહ્યો હતો. પોસ્ટર પર લખ્યું હતું કે, ‘એક ઉમ્મીદ જાગી છે, આવતીકાલ માટેની’. એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. દીપિકા પાદુકોણના આ લૂકને જોયા બાદ ચાહકો આ ફિલ્મ જોવા માટે વધુ ઉત્સાહિત થઈ ગયા છે. પરંતુ જ્યાં લોકો અભિનેતાના લુકના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો પ્રભાસને સસ્તો આયર્ન મેન કહી રહ્યા છે.

લોકો પ્રભાસના લુકની સરખામણી આયર્નમેન સાથે કરી રહ્યા છે. લોકો કહે છે કે તેઓ આ લુક જોઈ ચૂક્યા છે અને તેઓ મેકર્સ પાસેથી કંઈક નવું કરવાની આશા રાખતા હતા.

‘પ્રોજેક્ટ કે’ નો ફર્સ્ટ લુક 20 જુલાઈએ યુએસએ અને 21 જુલાઈએ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. જેનું નિર્દેશન નાગા અશ્વિને કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code