Site icon Revoi.in

બીજી ઇનિગમાં દક્ષિણ આફ્રિકાની 93 રનમાં સાત વિકેટ પડી જતાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સ પર રમાઇ રહેલી પહેલી ટેસ્ટ રસપ્રદ બની

Social Share

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકા 7 વિકેટે 93 રનના ગઇકાલના સ્કોર સાથે તેની રમત આગળ રમશે.કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ગઈકાલની રમતના અંતે કેપ્ટન ટેમ્બા બાવુમા 29 રન અને કોર્બિન બોશ 1 રન સાથે રમતમાં હતા. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં ભારત પર 63 રનની લીડ મેળવી છે.

આ પહેલા, ગઈકાલે ભારતનો પ્રથમ દાવ 189 રન પર સમેટાઈ ગયો હતો. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 39 રન જ્યારે વોશિંગ્ટન સુંદરે 29 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 159 રન બનાવ્યા હતા. ભારતીય બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કરતાં પાંચ અને મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

Exit mobile version