નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે અને તેના સંરક્ષણ અને જાળવણી માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે.
X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે, “ગુજરાતના વડનગરનો 2500 વર્ષથી વધુ જૂનો ભવ્ય ઇતિહાસ છે. તેને જાળવવા અને સુરક્ષિત રાખવા માટે અહીં અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના છે અને તેમનું નાનપણ વડનગરમાં ગુજર્યું છે. વડનગર તાતા-રીરી સહિતના સ્થળોને કારણે માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં જાણીતું છે.