1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી 
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી 

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી 

0
Social Share

લખનૌ – ઉત્તરપ્રદેશના ઘણા શહેરોના નામ યોગી સરકારની પરવાનગી બાદ બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફિરોજબદનું નામ બદળવન પ્રસ્તાવને પણ યોગી સાકરની મંજૂરી મળી ચૂકી છે . પ્રાપ્ત માહિતી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનું નવું નામ ચંદ્રનગર હોવાની જાહેરાત કરવામાં આવી છે.

ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પહેલા અલીગઢનું નામ બદલીને હરીગઢ કરવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. લગ્નનગરી અને બંગડીઓ માટે પ્રખ્યાત ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર રાખવાનો પ્રસ્તાવ વિતેલા દિવસના રોજ  મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો.

આ અગાઉ 2 વર્ષ પહેલા જિલ્લા પંચાયતની બેઠકમાં પણ આ દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની બેઠકમાં કુલ 12 કારોબારી સભ્યોમાંથી 11 સભ્યોએ આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. કાર્યકારી સભ્યોનું કહેવું છે કે પહેલા ફિરોઝાબાદનું નામ ચંદ્રનગર હતું. તેથી, નામ બદલવામાં આવ્યું નથી, પરંતુ પહેલાના નામને માન આપવામાં આવ્યું છે.

આ સાથે જક બોર્ડ સમક્ષ એવો પ્રસ્તાવ હતો કે ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવામાં આવે. જેથી હવે તેને મંજૂરી આપવામાં આવી છે. શહેર દ્વારા પસાર કરાયેલા આ પ્રસ્તાવને હવે અંતિમ મંજૂરી માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકારને મોકલવામાં આવશે.

સરકાર તરફથી મંજૂરી મળતા જ ફિરોઝાબાદનું નામ ચંદ્રનગર રાખવામાં આવશે. કહેવાય છે કે ફિરોઝાબાદમાં રાજા ચંદ્રસેનનું રાજ્ય હતું. તેથી આ સ્થળનું નામ ચંદ્રનગર પડ્યું. મુઘલ શાસન પહેલા, રાજા ચંદ્રસેનનું અહીં ફિરોઝાબાદમાં 1556 એડીમાં તેમનું રાજ્ય હતું. રાજા ચંદ્રસેન રાજમહેલમાં લોકોની સમસ્યાઓ સાંભળતા હતા અને લોકોના દુઃખ અને વેદનાને સમજવા માટે ગુપ્ત રીતે શહેરમાં ફરતા હતા. રાજા ચંદ્રસેન પણ હિંમતવાન યોદ્ધા હતા. તેમની લોકપ્રિયતાને કારણે તેને ચંદ્રનગર કહેવામાં આવતું હતું

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code