1. Home
  2. ગુજરાતી
  3. કેટરિના કૈફની ફિલ્મ ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર આવ્યું સામે,ફિલ્મની રિલીઝ ડેટ પણ લંબાવવામાં આવી
કેટરિના કૈફની ફિલ્મ ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર આવ્યું સામે,ફિલ્મની રિલીઝ ડેટ પણ લંબાવવામાં આવી

કેટરિના કૈફની ફિલ્મ ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર આવ્યું સામે,ફિલ્મની રિલીઝ ડેટ પણ લંબાવવામાં આવી

0
Social Share
  • આજે કેટરિના કૈફનો જન્મદિવસ
  • ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર આવ્યું સામે
  • ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી

મુંબઈ:કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ફોન ભૂત ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મની જાહેરાત બાદથી મેકર્સ તેની સાથે જોડાયેલી વાતો શેર કરી રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોશન પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે.ફિલ્મ ‘ફોન ભૂત’નું નવું પોસ્ટર સામે આવ્યા બાદ તેની સાથે જોડાયેલ એક નવું અપડેટ પણ શેર કરવામાં આવ્યું છે. જી.હા, નવી માહિતી સામે આવી રહી છે કે,ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે.નોંધનીય છે કે,ફિલ્મનું નવું પોસ્ટર જે શેર કરવામાં આવ્યું છે તે માત્ર ભૂતિયા તો છે, પરંતુ આ સાથે ફની પણ છે.

નિર્માતાઓએ આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. હવે આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.અગાઉ આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. જોકે હવે આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.આજે અભિનેત્રી કેટરીના કૈફનો પણ જન્મદિવસ છે.આ દિવસે ફિલ્મનું પોસ્ટર શેર કરતા કેટરિનાએ તેની રિલીઝ વિશે જણાવ્યું હતું. કેટરીના કૈફ ઉપરાંત આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ છે.ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતા કેટરીનાએ લખ્યું- ‘ફિલ્મ વિશે નવા અપડેટ્સ આવી રહ્યા છે. ફોન ભૂત 4 નવેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ ફોન ભૂત વિશેની જાહેરાત લગભગ એક વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે પછી દર્શકો માત્ર ફિલ્મના પોસ્ટર અને તેને લગતી અન્ય માહિતી વિશે જ ઉત્સુક હતા. આ પહેલીવાર છે જ્યારે કેટરીના, સિદ્ધાંત અને ઈશાન એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યા છે. ત્રણેયને ફિલ્મી પડદે એકસાથે જોવા માટે દર્શકોમાં એક અલગ જ ઉત્સાહ છે.ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર અને સ્ટાર્સનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે, તો હવે દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અત્યારે જો ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. રવિશંકરન અને જસવિંદર સિંહે આ ફિલ્મની વાર્તાને પોતાની કલમથી સજાવી છે. આ ફિલ્મને ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપની બનાવી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code