1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના હીરાસર નજીક નવનિર્મિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ચૂંટણી પહેલા લોકાર્પણ કરી દેવાશે
રાજકોટના હીરાસર નજીક નવનિર્મિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ચૂંટણી પહેલા લોકાર્પણ કરી દેવાશે

રાજકોટના હીરાસર નજીક નવનિર્મિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ચૂંટણી પહેલા લોકાર્પણ કરી દેવાશે

0
Social Share

રાજકોટઃ શહેરના  કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધીમાં પહેલું પ્લેન ઊડી જશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું રૂ.572 કરોડનું કામ પૂર્ણતાના આરે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવા વડાપ્રધાન કાર્યાલય તરફથી કલેક્ટરને સ્પષ્ટ સૂચના આપી હોવાનું કહેવાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ થશે એ નક્કી છે. હાલ રાજકોટ કલેક્ટરના નિરીક્ષણમાં આખું તંત્ર કામે લાગી ગયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હીરાસર પ્રોજેક્ટના જનરલ મેનેજર લોકનાથ પાંધીએ જણાવ્યું હતું કે, નવનિર્મિત એરપોર્ટનું કામ પૂર્ણતાને આરે છે અને હાલ 95 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ દિવાળી સુધીમાં કાર્યરત થઈ જશે. આ એરપોર્ટ કાર્યરત થતાં સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટ જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ સહિત જિલ્લાના લોકોને વિદેશમાં આવવા-જવા માટે સાનુકૂળ બની રહેશે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 2500 એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code