1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં ગદર્ભની વસતી વધીઃ 3 વર્ષમાં ત્રણ લાખનો થયો વધારો
પાકિસ્તાનમાં ગદર્ભની વસતી વધીઃ 3 વર્ષમાં ત્રણ લાખનો થયો વધારો

પાકિસ્તાનમાં ગદર્ભની વસતી વધીઃ 3 વર્ષમાં ત્રણ લાખનો થયો વધારો

0
Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગદર્ભની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ એક લાખ મળીને 3 લાખ ગદર્ભમાં વધારો થયો છે. આમ સમગ્ર દુનિયાનમાં ગદર્ભની સંખ્યામાં પાકિસ્તાન ત્રીજા ક્રેમ છે. પાકિસ્તાનમાં હાલ આ પ્રાણીની વસતી વધીને 56 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે ચીનમાં હજારોની સંખ્યામાં ગદર્ભની નિકાસ કરવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો આ પશુપાલનના વ્યવસાય તરફ વળી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી દર ચીનમાં 80 હજાર જેટલા ગદર્ભ મોકલવામાં આવે છે. આ અંગે પાકિસ્તાન અને ચીન વચ્ચે સમજૂતી થયેલી છે. ચીનની પ્રજાનો તેનો ઉપયોગ આહારમાં તથા અન્ય કામમાં ઉપયોગ લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં આ પ્રાણીની કુલ વસતી 56 લાખને આંબી ગઈ છે. તેની સાથે જ પાકિસ્તાને ગધેડાની આ વસતી મામલે દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ હોવાનું જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code