Homeગુજરાતીબોલીવુડના અનેક કલાકારોનો સંતાનો લાઈમલાઈટથી રહે છે દૂર

બોલીવુડના અનેક કલાકારોનો સંતાનો લાઈમલાઈટથી રહે છે દૂર

મુંબઈઃ બોલીવુડના અનેક કલાકારોના સંતાનો પણ હવે ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં કામ કરી રહ્યાં છે. તેમજ કરિના કપૂરનો દીકરો તૈમૂ, સારા અને જાહ્નવી કપૂર જેવા કલાકારોના સંતાનોના અવાર-નવાર ફોટો અને વીડિયો સામે આવે છે. જ્યારે બીજી તરફ અન્ય એવા કલાકારો પણ છે જેમના સંતાનો લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.

બોલીવુડના સ્ટાર મિથુન ચક્રવતીની દત્તક લીધેલી દીકરી દિશાની સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે. જો કે, તે લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. હાલ દિશાની ન્યૂ યોર્ક ફિલ્મ એકેડમીમાં એક્ટિંગનો કોર્સ કરી રહી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પૂનમ ઢિલ્લનની 22 વર્ષીય દીકરી પામોલા ઠાકરિયા ઢિલ્લન સોશિયલ મીડિયા ઉપર મિત્રો ધરાવે છે. પામોલા પણ ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં પ્રવેશ માટે કાર્યરત છે. અભિનેતા અર્જુન કપૂર અને સનોમ કપૂરના કાકા સંજય કપૂરની દીકરી શનાયા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે, તે શાહરૂખની દીકરી સુહાના અને ચંકી પાંડેની દીકરી અનન્યાની મિત્ર છે. અનુરાગ કશ્યપની 16 વર્ષિય દીકરી આલિયા શોર્ટ ફિલ્મો બનાવે છે. તે પણ પિતાની જેમ ફિલ્મમેકિંગમાં એક્ટિવ છે.

આ ઉપરાંત બોલીવુડના સ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગનના સંતાનો પણ લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img