Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​2001માં સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આપણે તેમની હિંમત અને સમર્પણ માટે સદાકાળ આભારી રહીએ છીએ.”

સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની આજે 23મી વરસી છે.. 23 વર્ષ પહેલા 13 ડીસેમ્બર 2001 માં દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મંદિર સંસદ ભવન પર આતંકીઓએ હુમલો કર્યો હતો.. ત્યારે દેશના જવાનોએ પોતાની વીરતાથી આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.. આ હુમલામાં આતંકવાદીઓનો સામનો કરતા કેટલાક જવાનો શહીદ થયા હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાષ્ટ્રપતિએ લખ્યું કે હું તે નાયકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે 2001માં આ દિવસે આપણી સંસદની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમની હિંમત અને નિઃસ્વાર્થ સેવા આપણને પ્રેરણા આપતી રહેશે. દેશ હંમેશા તેમનો અને તેમના પરિવારનો આભારી રહેશે. આ દિવસે, હું આતંકવાદ સામે લડવાના ભારતના અતૂટ સંકલ્પને પુનરોચ્ચાર કરું છું. આપણો દેશ આતંકવાદી શક્તિઓ સામે એકજૂટ છે.

Exit mobile version