1. Home
  2. ગુજરાતી
  3. સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘મિશન મજનૂ’ આવતા વર્ષે આ દિવસે થશે રિલીઝ
સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘મિશન મજનૂ’ આવતા વર્ષે આ  દિવસે થશે રિલીઝ

સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘મિશન મજનૂ’ આવતા વર્ષે આ દિવસે થશે રિલીઝ

0
Social Share
  • સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મિશન મજનૂ’
  • વર્ષ 2022 મે મહિનામાં આ ફિલ્મ થશે રિલીઝ

 

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’નો પોતાનો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે તેમણે પોતાના ચાહકોને માહિતી પણ આપી છે કે ‘મિશન મંજુ’ ક્યારે અને ક્યાં રીલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે સાઉથની ફિલ્મોની સ્ટાર રશ્મિકા મંદન્ના આ આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે.

ફિલ્મની રિલીઝની ઘોષણા કરતા, સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખ્યું – પાકિસ્તાનની ગેરકાયદેસર પરમાણુ મહત્વાકાંક્ષાઓને પાટા પરથી ઉતારી દેનારા ભારતના સૌથી મોટા ગુપ્ત ઓપરેશનની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત, #MissionMajnu તમારા નજીકના સિનેમા હોલમાં 13મી મે 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. પોસ્ટરના લુકમાં સિદ્ધાર્થ એક રૂમમાં બેસીને ફોન પર કોઈની સાથે વાત કરતો જોવા મળે છે.

 

આ પોસ્ટરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા 70ના દાયકાના લુકમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે  કે આ પીરિયડ થ્રિલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા RAW એજન્ટની ભૂમિકામાં જોવા મળશે, જે મિશનનું નેતૃત્વ કરતો જોવા મળશે. મંદાના પણ આ ફિલ્મમાં સિક્રેટ એજન્ટની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પુરસ્કાર વિજેતા એડ ફિલ્મ નિર્માતા શાંતનુ બાગચી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓ આ ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code