1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી જમીનો પરના દબાણો તાકિદે હટાવવા મહેસુલ વિભાગે કલેક્ટરોને આપ્યા આદેશ
સરકારી જમીનો પરના દબાણો તાકિદે હટાવવા મહેસુલ વિભાગે કલેક્ટરોને આપ્યા આદેશ

સરકારી જમીનો પરના દબાણો તાકિદે હટાવવા મહેસુલ વિભાગે કલેક્ટરોને આપ્યા આદેશ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના મહેસૂલ વિભાગે સરકારી જમીન પર થતાં ગેરકાયદે દબાણો તેમજ શહેરોમાં થતાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા જિલ્લા કલેકટરોને સૂચના આપી છે અને કહ્યું છે કે જિલ્લા કલેકટરોએ દબાણ રજિસ્ટરની સમીક્ષા અને ચકાસણી દર મહિને કરવાની રહેશે. સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી પ્રત્યેક મહેસૂલી અધિકારીઓને સર્વે નંબર સહિત નામજોગ સોંપવી અને આ જમીનોની આવી કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલા મહેસૂલ કર્મચારી કે અધિકારી સામે જવાબાદરી નક્કી કરવા શિસ્ત વિષયક પગલાં ભરવાં. આ બાબતે સમીક્ષા કરી લીધી હોય તેની જાણ દર મહિને સરકારમાં કરવાની રહેશે.
જે તે અધિકારીના વિસ્તારમાં આવતી ખુલ્લી જમીનોની વિડીયોગ્રાફી કરવી તેમજ આવી જમીનમાં કોઇપણ જાતના દબાણ ન થાય તે માટે જમીન ફરતે તાર ફેન્સિંગ લગાવવું ફરજીયાત છે. આ ખુલ્લી જમીનો અંગે થયેલી વિડીયોગ્રાફીની વિગતો ધ્યાને રાખી સમયાંતરે કલેકટર કક્ષાએ ઇન્સ્પેકશન કરવામાં માટે પણ સુચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો થયેલા છે. આવા દબાણો તાકીદે દુર કરાવવા માટે પગલાં લેવા તમામ જિલ્લા કલેક્ટરોને મહેસુલ વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. સરકારી જમીનો પર જો કોઇ નવું દબાણ ધ્યાનમાં આવે તો સર્કલ ઇન્સ્પેકટર તેમજ મામલતદાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. આ ઉપરાંત જિલ્લામાં દબાણ થયા હોત તેવા કેસો આઇડેન્ટીફાય કરી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરી ખુલ્લા કરાવવા આદેશ અપાયો છે. સરકારી જમીન પર કોઇ વ્યકિતએ ઔધોગિક કે ધંધાકીય દબાણ કયુ હોય તો તેને લાઇટ, પાણી અને ગટરના જોડાણ ન મળે તેવી પાકી વ્યવસ્થા ગોઠવવા કલેકટરોએ તમામ અધિકારીઓ સાથે બેઠક કરીને સૂચના આપવાની રહેશે. સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતું દબાણ અટકાવવા તથા જો દબાણ થયેલું હોય તો તેને દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થાતત્રં ગોઠવી ચૂસ્તપણે અમલ કરવા ફરી એક વાર જિલ્લા કલેકટરોને સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્રારા પણ નિયમિત રીતે દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિ રોકવા દેખરેખ રાખવાની રહેશે. એટલું જ નહીં શહેરી વિસ્તારમાં દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિઓને રોકવા તેમજ તેના નિયમન માટે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,મહેસૂલ વિભાગના આદેશમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રવૃત્તિ માટેનું ગેરકાયદે બાંધકામ અટકાવવામાં આવે. સરકાર માને છે કે સરકારી જમીન કિંમતી અને સિમિત છે તેથી તેની જાળવણી કરવાની આવશ્યકતા છે. સરકારના ધ્યાનમાં આવ્યું છે કે સરકારી ખુલ્લી જમીનો પર ગેરકાયદે દબાણોનું પ્રમાણ વધી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code