1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વ્યવહારનો એસરઃ લોનની EMI અટકી
કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વ્યવહારનો એસરઃ લોનની EMI અટકી

કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વ્યવહારનો એસરઃ લોનની EMI અટકી

0
Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને બીજી લહેરને કારણે આર્થિક ગતિવિધિઓની રફતાર ફરીથી ધીમી પડી છે. જેની અસર લોકના ઈએમઆઈ ચુકવણી પર થઈ છે. વેપારીઓના વેપાર મંદો હોવાની સાથે અનેક નોકરિતાઓએ નોકરી ગુમાવી છે. જેથી એપ્રિલમાં ઓટો-ડેબિટ ચુકવણીમાં બાઉન્સના મામલા વધ્યાં છે. એટલે કે લોનની EMI અટકી છે.

નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ એટલે કે NACHના આંકડા અનુસાર, સંખ્યાની દ્રષ્ટીએ એપ્રિલમાં 34.05 ટકા ઓટો-ડેબિટ લેવડ-દેવડ અસફળ રહી છે.. જ્યારે માર્ચમાં 32.76 ટકા અસફળ રહી હતી. જે ફેબ્રુઆરી 2020 પછી સૌથી નીચેનો સ્તર છે. એટલે કે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો પરંતુ ફરીથી સંકટ ઘેરાયું હતું. એપ્રિલમાં કુલ 8.54 કરોડ ઓટો-ડેબિટ લેવડ-દેવડના પ્રયાસ થયા હતા. જેમાં 5.63 કરોડ સફળ અને 2.90 કરોડ અસફળ રહ્યાં હતા. કુલ ઓટો-ડેબિટમાં અસફળ ઓટો-ડેબિટની ભાગીદારી ડિસેમ્બરમાં ઘટી હતી. જેથી વપરાશકાર વસ્તુની માસિક EMI, યુટિલીટી અને વીમા પ્રીમિયમ ચુકવવામાં નિયમિત ભરતા હોવાના સંકેત મળ્યાં હતા.

આર્થિક જાણકારોના મતે એપ્રિલના આંકડા ખુબ જ ચિંતાજનક છે. પરંતુ લોકડાઉન લાંબુ ખેંચાતા સ્થિતિ વધારે ગંભીર બની છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહારમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ લોકડાઉનમાં વધારો કરે તેવી શકયતા છે. કોરોનાની પહેલી લહેર બાદ EMI સમયસુર ચુકવવામાં સુધારો થયો હતો. પરંતુ એપ્રિલમાં સ્થિતિ ફરીથી બગડી હતી. બેંકોના અનુસાર માત્ર ઓટો ડેબિડ અસફળ થવાની ઘટનાઓ નથી વધી પરંતુ ચેંક બાઉન્સનું પ્રમાણ પણ વધ્યું છે. આમ લોકો ફરીથી ડરેલા છે અને સંકટ સમય માટે ફંડ સાચવી રાખવા માંગે છે. એવુ મનાઈ રહ્યું છે.

• સ્વરોજગારવાળા સૌથી વધારે સંકટમાં
આર્થિક જાણકારોના જણાવ્યાં અનુસાર બીજી લહેર અને લોકડાઉનની સૌથી વધારે અસર સ્વરોજગાર કરનાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમજીવીઓને થઈ છે. સ્વરોજગાર કરનારાઓનો કામ-ધંધો બંધ થઈ ગયો છે. જેથી તેમના માટે લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યાં છે.

• ગયા વર્ષે જૂનમાં સર્વોચ્ચ સ્તર હતું
ઓટો-ડેબિટ લેવડ-દેવડ અસફળ રહેવાનું સ્તર ગયા વર્ષે જૂન મહિનામાં સર્વોચ્ચ સ્તર પર હતો. તે સમયે અસફળ રહેવાનો દર 45 ટકાથી વધારે હતો. જે પછી આર્થિક ગતિવિધીઓ વધતા તેમાં સતત ઘટાડો થયો હતો. તેમ છતા બાઉન્સ દર કોવિડના પહેલા સ્તરની સરખામણીએ ઉંચો રહ્યો હતો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં બાઉન્સ દર 31 ટકા હતો. વર્ષ 2021માં અસફળ ઓટો-ડેબિટ આગ્રહ કુલ ઓટો-ડેબિટ આગ્રહોના 38.91 ટકા હતો. વર્ષ 2020માં 30.3 ટકા જેટલો હતો.

ડિજીટલની રફતાર છતા રોકડ વ્યવહાર વધ્યો
કોરોના વાયરસની બીજી લહેરને કારણે અત્યારે દેશમાં રોકડનું ચલણ જીડીપીના છઠ્ઠા હિસ્સા સુધી પહોંચી ચુક્યો છે. એટલું જ નહીં ડિજીટલ પેમેન્ટ પણ વધ્યું છે. 7 મેના રોજ સિસ્ટમમાં રોકડ વધીને 29.4 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ સમયગાળામાં ડિજીટલ ટ્રાન્ઝેકશનમાં 40.1 ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે કોરોના મહામારીમાં અનિશ્ચિતતાને કારણે સતર્કતા દાખવીને લોકો રોકડ વ્યવહારને પ્રાથમિકતા આપી રહ્યાં હતા. જેથી અર્થ વ્યવસ્થામાં રોકડનું ચલણ વધ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code